વરસાદની સીઝનમાં રૂબિના દિલૈક બની બોલ્ડ, ‘છોટી બહુ’ના બિકીની વીડિયોએ ઇન્ટરનેટ પર લગાવી આગ
મુંબઇ. નાના પડદાની ફેમસ એક્ટ્રેસ રૂબિના દિલૈક (Rubina Dilaik) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે અવારનવાર રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. હાલમાં જ રૂબિના પોતાના આવા જ એક વીડિયોના કારણે ચર્ચામાં આવી છે.
રૂબિના આ વીડિયોમાં મુંબઇનો વરસાદ (Mumbai Rain) એન્જોય કરતી જોવા મળી રહી છે. તેણે આ વીડિયોમાં ફ્લોરલ બિકીની (Rubina Dilaik Bikini Shoot) પહેરી છે અને આ લુકમાં ‘છોટી બહુ’ ફેમ એક્ટ્રેસ કેમેરા સામે હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
રૂબિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તળાવના કિનારે ફોટોશૂટ કરાવતા રીલ શેર કરી છે. આ વીડિયો રૂબિનાએ ગત વર્ષે ચોમાસાની સીઝનમાં શૂટ કર્યો હતો, જે આ વર્ષે પણ તાબડતોબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રૂબિના ફ્લોરલ બિકીની પહેરીને એક તળાવના કિનારે ઉભેલી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં તે આ ખૂબસૂરત તળાવનો નજારો માણતી ક્યારેક વાળ સરખા કરતી તો ક્યારેક કેમેરા સામે સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. રૂબિનાનો આ લુક ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. અહીં જુઓ વરસાદની સીઝનમાં વાયરલ થઇ રહેલો રૂબિનાનો આ હોટ વીડિયો.
View this post on Instagram
આ વીડિયો શેર કરતાં રૂબિનાએ મજેદાર ઇન્સ્ટાગ્રામ કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું, ‘મુંબઇમાં વરસાદ અને હું એક્સ્ટ્રા એક્ટ કરતા.’ રૂબિનાના આ હોટ લુક પર ગયા વર્ષે પણ તાબડતોબ રિએક્શન મળ્યા હતા. તેવામાં, આ વર્ષે પણ એક્ટ્રેસના આ લુક પર ફેન્સ ક્રેઝી થઇ રહ્યાં છે.
જણાવી દઇએ કે રૂબિના નાના પડદાની ફેમસ એક્ટ્રેસ છે અને તે ‘છોટી બહુ’ અને ‘શક્તિ: એસ્તિત્વ કે અહેસાસ કી’ જેવા ઘણા ટીવી શોઝમાં જોવા મલી ચુકી છે. આ ઉપરાંત રૂબિના બિગ બોસ 15 રિયાલિટી શોની વિનર પણ રહી ચુકી છે.