Rubina Dilaik ની આ નાનકડી ઢબૂડીએ જિતી લીધું દિલ.. જુઓ એવું તે શું કર્યું?
Rubina Dilaik : ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક છેલ્લા થોડા સમયથી ટેલિવિઝન સીરિયલથી દૂર રહી છે અને તે પોતાના પરિવાર અને બંને દીકરીઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
તે પોડકાસ્ટ દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવાનો પ્રયાસ કરે છે. હમણાં જ નવરાત્રિ દરમિયાન, Rubina Dilaik એ પોતાની બંને દીકરીઓ એધા અને જીવાની પ્રથમ વાર ફેસ રિવીલ કર્યા હતા.
હવે, આ કપલનો વધુ એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલની મુલાકાતે ગયા હતા, અને આ મુલાકાત દરમિયાન નાનકડી દીકરીએ કંઈક એવું કર્યું કે જેની ચર્ચા હવે સોશ્યલ મીડિયા પર થઈ રહી છે.
એક ફેને શેર કરેલા આ ફોટોમાં, અભિનવ અને રૂબિના દિલાઇક બંને જણે તેમની દીકરીઓને હાથમાં ઉંચકી રાખ્યા છે. ફોટોમાં એક દીકરી, પપ્પાની નકલ કરતી, પોતાના નાનકડા હાથથી પ્રણામ કરતી જોવા મળી રહી છે.
જ્યારે બીજી દીકરી થોડીક ગુંચવણમાં દેખાઈ રહી છે. સોશ્યલ મીડિયા યુઝર્સે આ ફોટોને ખૂબ પસંદ કર્યો છે અને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ દ્વારા આકર્ષણ અને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
વિશેષતા એ છે કે નવરાત્રિના પ્રથમ જ દિવસે, રૂબિના અને અભિનવએ તેમના ફેન્સ માટે બંને દીકરીઓના ચહેરા રીવિલ કર્યા હતા. દીકરીઓના જન્મના 11 મહિના બાદ, કપલે પ્રથમ વાર એધા અને જીવા સાથેનું ફોટો શેર કર્યો હતો.
રૂબિના દિલાઇક અને અભિનવે 2018માં લગ્ન કર્યા હતા અને બંનેએ સાથે મળીને સલમાન ખાનના શો ‘બિગ બોસ’ની 14મી સીઝનમાં ભાગ લીધો હતો.
ત્યારે, આ જોડી પોતાના સંબંધ અંગે મોટો ખુલાસો કર્યો હતો કે તેઓ એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમનો સંબંધ તૂટવાની ધાર પર હતો. 6 મહિનાનું સમય આપીને તેમના લગ્ન બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આજે બંને ખુશી-ખુશી સાથે છે અને તેમનાં જુડવા બાળકીઓના પેરેન્ટ્સ છે.