google-site-verification: googlec8654436f05b508b.html

Nita Ambani ના રસોડામાં આ ખાસ ટેક્નિકથી રોટલી તૈયાર..

Nita Ambani ના રસોડામાં આ ખાસ ટેક્નિકથી રોટલી તૈયાર..

Nita Ambani : અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારોમાં થાય છે. તેમની લક્ઝુરિયસ જીવનશૈલી, મોંઘું ઘર, બ્રાન્ડેડ કપડાં અને મોંઘીદાટ ગાડીઓનો કલેક્શન દરેકની નજર ખેંચે છે.

મુકેશ અંબાણી અને Nita Ambani મુંબઈના એન્ટિલિયા નામના આકાશ છૂતા મકાનના ટોપ ફ્લોર પર રહે છે. આ ઘરની કિંમત અંદાજે 15,000 કરોડ રૂપિયા છે.

આટલી વૈભવસંપન્ન જીવનશૈલી હોવા છતાં, અંબાણી પરિવારમાં ભોજન ખૂબ જ સાદું બને છે, ખાસ કરીને રોટલી બનાવવાની પ્રક્રિયા ખાસ ધ્યાન ખેંચે છે.

Nita Ambani
Nita Ambani

મશીનથી બને છે રોટલી

મુકેશ અંબાણી દરરોજ શાક, દાળ-ભાત, સલાડ અને રોટલી જેવા સાદા ભોજનને પ્રાધાન્ય આપે છે. ખાસ વાત એ છે કે એન્ટિલિયામાં રોટલી હાથે નહીં પરંતુ એક આધુનિક મશીનથી બનાવવામાં આવે છે. આ મશીન સામાન્ય રોટી મેકર નથી, પરંતુ એવું મશીન છે, જે એક સાથે સેંકડો રોટલીઓ ખૂબ ઝડપથી બનાવી શકે છે.

લોટ બાંધવાનો સમય બચે

આ મશીનમાં લોટ અને મીઠું ઉમેરીને ફક્ત પાણી નાખવું પડે છે. મશીન લોટ બાંધે છે, લુઆ બનાવે છે અને આપમેળે રોટલીઓ તૈયાર કરે છે.

Nita Ambani
Nita Ambani

આ અનોખી તકનીકી સાથે એકસાથે ઘણી રોટલીઓ ઝડપથી તૈયાર થઈ જાય છે, જે અંબાણી પરિવારના ભોજનને સરળ અને ઝડપી બનાવે છે.

અંબાણી પરિવાર આ મશીનનો ઉપયોગ ખાસ કરીને સ્વચ્છતા અને હાઈજિનનું પૂર્ણ ધ્યાન રાખવા માટે કરે છે. તેઓ માટે સફાઈ અને ખોરાકની ગુણવત્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એન્ટિલિયામાં સેંકડો નોકર કામ કરે છે, અને આટલા બધા માટે રોજ રોટલીઓ હાથેથી બનાવવી એ સરળ કાર્ય નથી. આ જ કારણે આ આધુનિક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

આ મશીન એટલું જ આડંબર ભરેલું નથી, જેટલું કાર્યક્ષમ છે. રોટલીઓ જાતે બનતી જાય છે અને શેકાઈને તૈયાર પણ થાય છે. આ પ્રક્રિયાથી સમય અને પરિશ્રમ બંને બચી જાય છે, અને ગુણવત્તાસભર રોટલીઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે. છે ને એકદમ કમાલનું મશીન? અખિરકાર, વાત તો અંબાણીઓની છે! તેઓ કંઈ નવું ન કરે તો જ નવાઈ!

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *