Salman Khan એ રેખાને લગાવી ગળે, લોકોએ કહ્યું- બંનેને એકબીજાની જરૂર..
Salman Khan : અંબાણી પરિવારની ગણેશ ચતુર્થીના ગ્રાન્ડ સેલિબ્રેશનમાં બધા બોલિવૂડ સેલિબ્રિટીએ હાજરી આપી હતી. જેમાં આ પળ જોવા જેવી હતી. રેખાએ આવીને આપણા બધાના ભાઈજાન Salman Khan ને લગાવ્યા ગળે.
આ જોઈને લોકોએ ખુબ ટ્રોલ કર્યા અને કહ્યું કે બંને હાલમાં એકલા છે તો બંનેને એકબીજાની જરૂર છે. તો કોઈએ એવી પણ કોમેન્ટ કરી કે આ બંનેને જ લાઈફ સેટ કરી લેવાની જરૂર છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે બિરાજમાન થયા હતા. રવિવાર, 8 સપ્ટેમ્બરના રોજ અર્પિતાએ પતિ આયુષ અને સમગ્ર ખાન પરિવાર સાથે ખૂબ ધામધૂમથી ગણપતિ વિસર્જન કર્યો.
આ અવસર પર અર્પિતાનો ભાઈ, અભિનેતા Salman Khan પણ પોતાના પરિવાર સાથે હાજર હતો. પાંસળીમાં ઈજા હોવા છતાં, સલમાન પૂરા ઉત્સાહ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં સલમાન સિવાય, અર્પિતા, આયુષ, સોહેલ, અરબાઝ, અરહાન, નિર્વાણ અને અલીઝેહ સહિત સમગ્ર ખાન પરિવાર પણ નાચતો જોવા મળે છે. આ પહેલા, શનિવારે સલમાને મુકેશ અને નીતા અંબાણીના ઘરે આયોજિત ગણેશ ઉત્સવમાં પણ હાજરી આપી હતી.
ગણેશ ચતુર્થીના દિવસે, 7 સપ્ટેમ્બરના રોજ, બોલિવૂડના અનેક સેલેબ્સે પોતાના ઘરોમાં ગણેશજીની સ્થાપના કરી હતી. એ દિવસ એના ખાસ પળોમાંથી એક હતી જ્યાં સલમાન ખાન પોતાની ભાણી આયત સાથે આરતી કરતો જોવા મળ્યો હતો, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
હાલમાં, પાંસળીમાં ઇજા હોવા છતાં, સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં, સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદાના સાથે તે પહેલીવાર નજરે પડશે. અહેવાલો અનુસાર, સલમાન ટૂંક સમયમાં કમલ હાસન સાથે એક નવી ફિલ્મમાં પણ કામ શરૂ કરશે. સલમાનની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘ટાઈગર 3’ હતી.
View this post on Instagram
ગણપતિ પૂજા કર્યા બાદ સલમાન ખાન અને તેનો પરિવાર સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર બન્યો. ગણપતિની આરતી દરમિયાન સલમાન તેના ભાણિયાં આહિલ અને અન્ય બાળક સાથે આરતીમાં ભાગ લે છે.
સલમાન બાદ તેના પિતા સલીમ ખાન અને પછી અરબાઝ અને સોહેલ ખાન પણ આરતી કરતા જોવા મળે છે. જ્યારે સલમાનના કેટલાક ચાહકો તેની પૂજાથી ખુશ હતા, ત્યાં કેટલાક લોકો તેમના આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા.
એક યુઝરે લખ્યું, “બધું માફ કરી શકાય છે, પરંતુ આ માફ નથી.” બીજાએ ટિપ્પણી કરી, “આ લોકો દુનિયામાં નામ કમાવવા માટે કંઈ પણ કરી શકે છે.
ક્યારેય નમાઝ અદા કરી, ન રોજા રાખ્યા અને હજુ પણ પોતાને મુસ્લિમ કહ્યા.” ત્રીજાએ લખ્યું, “આ બધું જોઈને મારું દિલ તૂટી જાય છે. ન તો મસ્જિદમાં જાવ, ન નમાઝ પઢો અને હવે આ લોકો ઇબાદત કરવા ગયા છે.”
ગણપતિ પૂજામાં અનેક સેલેબ્સ સામેલ થયા હતા. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના પતિ આયુષ શર્માએ શનિવારે મુંબઈમાં પોતાના ઘરમાં ધૂમધામથી ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવ્યો હતો.
આ પ્રસંગે પરિવારના સભ્યો અને ઘણા નજીકના મિત્રો હાજર હતા. સલીમ ખાન, સલમાન ખાન, અરબાઝ ખાન, અને સોહેલ ખાન ઉપરાંત ‘ફુકરે’ ફેમ વરુણ શર્મા, યુલિયા વંતુર, અને ઓરી પણ આ પ્રસંગે હાજર હતા.
સોહેલ અને અરબાઝના પુત્રો, નિર્વાણ અને યોહાન ખાન પણ આ વિશેષ અવસર પર આવ્યા હતા. બધા જ એથનિક અને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા.