Salman Khan દર વર્ષે કેટલા રૂપિયા કમાય છે? કોણ હશે વારસદાર?
Salman Khan : બોલિવૂડના ‘દબંગ’ એટલે કે સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા તેમને જીવતી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જે બાદ તેમની સુરક્ષા વધારવામાં આવી છે.
સલમાન ખાન માત્ર બોલિવૂડના સૌથી મોંઘા કલાકારોમાં ગણાતા નથી, પરંતુ તેમની આવકના અન્ય ઘણાં સ્ત્રોત પણ છે, જે વિશે ઘણા લોકો અજાણ છે. અહીં અમે તેમના નેટવર્થ અને આવકના મુખ્ય સ્ત્રોતો અંગે વિગતવાર માહિતી આપી છે.
શાહરૂખ ખાનની સૌથી વધુ નેટવર્થ
ઓગસ્ટ 2024માં પ્રકાશિત રિપોર્ટ મુજબ, 2019 સુધી સલમાન ખાન બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા હતા. પરંતુ તેમની નેટવર્થમાં ઘટાડો નોંધાયો છે, અને હાલ શાહરૂખ ખાન 6,000 કરોડ રૂપિયાથી વધુની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે. સલમાન હાલમાં ત્રીજા સ્થાન પર છે.
સલમાન ખાનની નેટવર્થ
એક રિપોર્ટ અનુસાર, Salman Khan ની કુલ નેટવર્થ 34.7 કરોડ ડોલર (લગભગ 2,900 કરોડ રૂપિયા) છે. તેઓ ફિલ્મો, રિયલ એસ્ટેટ, બિઝનેસ અને જાહેરાતો દ્વારા દર વર્ષે કરોડોની કમાણી કરે છે.
ફિલ્મ અને જાહેરાતથી કમાણી
સલમાન ખાન એક ફિલ્મ માટે લગભગ 100 કરોડ રૂપિયાની ફી લે છે. તેમનુ પ્રોડક્શન હાઉસ પણ મોટો નફો આપે છે, જેમાંથી તેઓ 50-70 ટકા ભાગ મેળવે છે. બ્રાન્ડ્સ અને જાહેરાતો દ્વારા તેઓ દર વર્ષે લગભગ 300 કરોડ રૂપિયા કમાય છે. પેપ્સી અને હીરો જેવી બ્રાન્ડ્સ સાથે તેઓ જોડાયેલા છે.
પ્રોડક્શન હાઉસ અને ટીવી શૉ
સલમાન ખાને 2011માં પોતાના પ્રોડક્શન હાઉસ સલમાન ખાન ફિલ્મ્સ સ્થાપ્યું હતું. આ બેનર હેઠળ બનેલી ફિલ્મોના નફામાંથી તેઓ મોટી હિસ્સેદારી મેળવે છે. તેઓ ટીવી શૉ બિગ બોસ માટે દરેક અઠવાડિયે 25 કરોડ રૂપિયાની ફી લે છે.
લક્ઝરી પ્રોપર્ટી
સલમાન ખાનના પનવેલમાં 95 કરોડના ફાર્મહાઉસથી લઈને 114 કરોડના ગેલેક્સી એપાર્ટમેન્ટ સુધી, ઘણી લક્ઝરી પ્રોપર્ટી છે. તેમનો ગોરાઈ બીચ પર 35 કરોડનો બંગલો પણ ખૂબ ચર્ચામાં છે. મુંબઈ અને દુબઈમાં તેમની અન્ય પ્રોપર્ટી પણ છે.
બીઝનેસ અને બ્રાન્ડ
2012માં સ્થાપિત બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન અને કપડાંની બ્રાન્ડ આજે યુરોપ અને મિડલ ઈસ્ટમાં મોટી બ્રાન્ડ બની ગઈ છે. 2019માં સલમાન ખાને SK-27 જીમ ચેઇન શરૂ કરી હતી, જે ફિટનેસ ઇક્વિપમેન્ટ પણ વેચે છે.
સ્ટાર્ટઅપમાં રોકાણ
સલમાન ખાને ટ્રાવેલ કંપની Yatra.comમાં 5% હિસ્સેદારી ખરીદી છે. તેઓ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ચિંગારીમાં પણ રોકાણ કરી ચૂક્યા છે.