google-site-verification: googlec8654436f05b508b.html

ફાયરિંગ પછી Salman Khan એ છોડયું ગેલેક્સી એપાર્ટમેન્ટ, હવે આ ઘરમાં થશે સીફ્ટ..

ફાયરિંગ પછી Salman Khan એ છોડયું ગેલેક્સી એપાર્ટમેન્ટ, હવે આ ઘરમાં થશે સીફ્ટ..

Salman Khan : કાલે રવિવારે સવારે બોલિવૂડ સુપરસ્ટાર Salman Khan ના નિવાસસ્થાન બાંદ્રાની ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ થયો હતો. આ ફાયરિંગ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. આજે સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા.

કોઈને ઈજા થઈ હોવાની જાણકારી નથી. પોલીસે સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. ઘટના બાદ મુંબઈ પોલીસ અલર્ટ થઇ ગઈ છે.

સોશિયલ મીડિયાની માહિતી અનુસાર, વહેલી સવારે બંને શૂટરો બાઈક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. તેમને હેલ્મેટ પહેર્યો હતો, જેના કારણે તેમની ઓળખાણ થઈ શકી નથી. તપાસ માટે ફોરેન્સિક ટીમ પણ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર આવ્યો છે.

Salman Khan
Salman Khan

ઘટના પછી ક્રાઇમ બ્રાન્ચ અને બાંદ્રા પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સલમાન ખાનના બંગલાની બહાર ગોળી કોણે ચલાવી તે હજુ તપાસનો વિષય બન્યો છે. સલમાન ખાનને અગાઉં મળેલી ધમકીઓ અને આજે થયેલા ફાયરીંગ બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Salman Khan એ છોડયું ગેલેક્સી એપાર્ટમેન્ટ?

ફાયરિંગ આ ઘટના પછી લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, શું સલમાન ખાન સાચું માં પોતાનું આ ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડી દેશે? સલમાન ખાનના ચાહકોનું એવું માનવું છે સલમાને આ ઘર છોડીને બીજી જગ્યાએ સીફ્ટ થઈ જવું જોઈએ. તેથી તેની સુરક્ષા જળવાઈ રહે. ફાયરિંગની આ ઘટના વખતે સલમાન ખાન ઘરની અંદર જ હતો. પરંતુ મીડિયાનું કહેવું એવું છે કે ભાઈજાનને કાંઈ પણ જાતની ઈજા પહોંચી નથી.

Salman Khan
Salman Khan

સલમાન ખાનના આ ગેલેક્સી એપાર્ટમેન્ટ પરથી ફાયરિંગના નિશાન પણ મળી આવ્યા છે, અને સલમાન ખાનની બાલ્કનીની થોડી નીચે પણ ફાયરિંગ થયેલું હતું. બે દિવસ પહેલા ઈદના શુભ દિવસે સલમાન ખાન તેના પપ્પા સલીમ ખાન સાથે તેના ઘર ની બાલ્કનીમાં આવીને તેના ફેન્સને ઈદની શુભેચ્છા પાઠવી હતી.

સલમાન ખાનના ચાહકોની લાકોમાં સંખ્યા છે. ફાયરિંગની આ ઘટના પછી સલમાનના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. અને તેના ચાહકોની બસ એક જ ઈચ્છા છે કે સલમાન ખાન આ ઘર છોડીને બીજી જગ્યાએ સીફ્ટ થઈ જાય. સલમાન ખાનને આ પહેલા પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

Salman Khan
Salman Khan

નોંધનીય છે કે ગુરુગ્રામના ક્રિકેટ ખેલાડી સચિન ગૌડાની 29 ફેબ્રુઆરીની મોડી રાત્રે રોહતકમાં હત્યા કરવામાં આવી હતી. રોહતક ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિશાલે સચિન ગૌડાના મર્ડર કેસમાં રેકી કરી હતી અને લોરેન્સના શૂટરને સચિન વિશે દરેક સમયે જાણ કરી હતી. ત્યારથી વિશાલ ફરાર છે.

કોણ છે વિશાલ ઉર્ફે કાલુ?

ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાનો 25 વર્ષનો વિશાલ 10મા સુધી ભણ્યો છે. હકીકતમાં, સલમાનના ઘરની બહાર ફાયરિંગ કેસની પ્રાથમિક તપાસમાં બે યુવકો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા, જેમાંથી એક વિશાલ ઉર્ફે કાલુ હોવાનું કહેવાય છે, જે ગુરુગ્રામના મહાવીરપુરામાં રહે છે.

Salman Khan
Salman Khan

લોરેન્સ બિશ્નોઈ ગેંગના અગ્રણી ગેંગસ્ટર રોહિત ગૌડાએ 29 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગુરુગ્રામના ક્રિકેટ બુકી સચિન ગૌડાની હત્યા કરી હતી. રોહતક પોલીસે જણાવ્યું કે વિશાલ ઉર્ફે કાલુએ સચિન ગૌદરાની રેસી કરી હતી અને ગેંગસ્ટર રોહિત ગૌદરાના શૂટર્સ સાથે દરેક ક્ષણની માહિતી શેર કરી હતી, આ હત્યા સાથે પણ જોડાયેલી હતી. ત્યારથી વિશાલ એટલે કે કાલુ ફરાર છે.

નોંધ- અમારી ચેનલ આ વાતની પુષ્ટિ કરતી નથી.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *