રડતી Malaika Arora ને સલમાન ખાને સંભાળી, કહ્યું- હું તારી સાથે હંમેશા..
Malaika Arora : ટેલિવિઝન અને ફિલ્મ જગતની જાણીતી પર્સનાલિટી મલાઈકા અરોરાના સાવકા પિતા અનિલ મહેતાનું બુધવારે આત્મહત્યા દ્વારા દુઃખદ અવસાન થયું. તે 62 વર્ષના હતા.
તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે મુંબઈના સાંતાક્રુઝ હિન્દુ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. સ્મશાનગૃહમાં Malaika Arora પોતાની માતા, જોયસ પોલીકાર્પ, અને પુત્ર, અરહાન ખાન સાથે આવે તે દ્રશ્યો જોવા મળ્યા. આ અંતિમ વિદાયમાં અર્જુન કપૂર અને અરબાઝ ખાન પણ હાજર રહ્યા હતા. અરબાઝ ત્યાં તેની પત્ની, શુરા ખાન સાથે આવ્યો હતો.
મલાઈકા બુધવારે સવારે પુણેમાં હતી, પરંતુ તેના સાવકા પિતાના મૃત્યુની જાણ થતાં જ તે મુંબઇ પાછી આવી ગઈ. મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન, તેના ઘરે પહોંચતા પહેલા, બાંદ્રામાં અરોરાના ઘરે પહોંચ્યા હતા, ત્યારબાદ તેમનો પુત્ર અરહાન ખાન પણ ત્યાં હાજર હતો.
થોડી જ વારમાં, સલીમ ખાન, સલમા ખાન, હેલન, સોહેલ ખાન, અલવીરા અગ્નિહોત્રી અને અર્પિતા ખાન સહિત ખાન પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા. મલાઈકાનો પૂર્વ બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ તેને સહારો આપવા માટે હાજર રહ્યો હતો. તેના મિત્રો કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર અને અન્ય સગાં-સ્નેહીઓ પણ અરોરાના ઘરે પહોંચ્યા હતા.
અનિલ મહેતાના અચાનક અવસાનથી તેમના પરિવાર અને પ્રિયજનોને મોટો આઘાત લાગ્યો છે. આ દુ:ખદ ઘટના અંગે હજુ પોલીસે તપાસ કરી રહી છે.
બાંદ્રા પોલીસના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “પ્રાથમિક દૃષ્ટિએ, આ આત્મહત્યાનો કેસ લાગે છે, પરંતુ અમે તમામ પાસાઓથી તપાસ કરી રહ્યા છીએ. આકસ્મિક મૃત્યુનો રિપોર્ટ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે.” મલાઈકાની માતા, જોયસ પોલીકાર્પે પણ બુધવારે સાંજે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
મોડી રાત્રે મલાઈકા અને તેની બહેન અમૃતા ઘરેથી નીકળતી જોવા મળી હતી. અર્જુન કપૂર મલાઈકાને તેની કાર સુધી સુરક્ષિત રીતે લઈ જવા માટે ત્યાં હાજર રહ્યો હતો.
ઘણી મિડિયા ટીમો અને ફોટોગ્રાફરો બિલ્ડિંગની બહાર ઉભા હતા, અને આ સંજોગોમાં, અભિનેતા વરુણ ધવને તેમના સોશિયલ મીડિયા પર મીડિયા માટે વિલાપ કરતાં લોકોના ચહેરા પર કેમેરા રાખવાને અસંવેદનશીલ ગણાવ્યું.
વરુણે લખ્યું, “જે લોકો શોક માં છે તેમના ચહેરા પર કેમેરા રાખવું અત્યંત અસંવેદનશીલ છે, કૃપા કરીને વિચારો કે તમે શું કરી રહ્યા છો અથવા કોઈ વ્યક્તિ કેવી સમસ્યા માંથી પસાર થઈ રહી છે. હું સમજી શકું છું કે તે તમારું કામ છે, પણ ક્યારેક માનવતાની સમજ પણ રાખવી જોઈએ.”
પોલીસ કાર્યવાહી દરમિયાન મલાઈકા પોતાના ઘરમાં હાજર રહી હતી. મલાઈકા તેના પિતા અનિલ મહેતાના ઘરે મોડી રાત સુધી રહી હતી. તે તેની બહેન અમૃતા અરોરા અને માતા જોયસ સાથે જોવા મળી હતી.
પોલીસે તમામના નિવેદનો નોંધ્યા હતા. મલાઈકા અરોરા અને અમૃતાની પિતાને લઇને અનેક અનોખી વાતો સામે આવી હતી. અનિલ મહેતાએ આત્મહત્યા કરતા પહેલા પોતાની બંને પુત્રીઓને ફોન કરીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, “હું હવે થાકી ગયો છું.” અનિલ મહેતાની પત્નીએ પણ જણાવ્યું કે તેઓ સવારે તેમના પતિને શોધી રહ્યા હતા.
View this post on Instagram
ત્યારે તેના ચપ્પલ હોલમાં દેખાયા, પરંતુ તે સ્વયં ત્યાં નહોતા. જયારે તેઓ બાલ્કનીમાં પહોંચ્યા ત્યારે નીચેનો ગાર્ડ ચીસો પાડી રહ્યો હતો. તેઓ તરત સમજી ગયા કે કશુંક ભયાનક થયું છે. અનિલ મહેતાને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા સિવાય કોઈ બીમારી નહોતી.
પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યા બાદ, મલાઇકા અરોરા અને અમૃતા અરોરા મોડી રાત્રે પોતાના પિતાના ઘરે રહેવા આવ્યા હતા. બંને બહેનો આઘાતમાં, અસ્વસ્થ અને ખૂબ દુઃખી નજરે પડતાં હતાં.
મલાઈકાના ચહેરા પર પિતાની વિદાયનું દુઃખ સ્પષ્ટ રીતે દેખાતું હતું. આ સ્થિતિમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, ટેરેન્સ લુઈસ, મલાઈકાનો પુત્ર અરહાન, અને અમૃતાના પતિ શકીલ લડાક, અર્જુન કપૂર સહિતનાં ઘણા લોકો મલાઈકાને સાથ આપવા માટે હાજર હતા.