Salman Khan ના બોડીગાર્ડ શેરાએ ખરીદી રેન્જ રોવર કાર, કિંમત જાણીને હેરાન..
Salman Khan : શેરાએ તાજેતરમાં બ્લેક કલરની નવી રેન્જ રોવર ખરીદી છે અને તેની ઝલક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દર્શાવી છે. Salman Khan નો બોડીગાર્ડ શેરાએ એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પોતાની રેન્જ રોવરના બાજુમાં પોઝ આપતો જોવા મળી રહ્યો છે.
સાથે તેણે કેપ્શનમાં લખ્યું: “ભગવાનના આશીર્વાદથી, અમારા ઘરમાં એક નવા સભ્યનું સ્વાગત છે.” રિપોર્ટ્સ અનુસાર, શેરાની આ લક્ઝુરિયસ ગાડીની કિંમત 1.4 કરોડ રૂપિયા છે.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બોડીગાર્ડ તરીકે ઓળખાતા શેરા સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચામાં રહે છે. તેની પર્સનાલિટી ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ હાલમાં તે તેની નવી ગાડીના કારણે ચર્ચામાં છે. હકીકતમાં, શેરાએ એક બ્રાન્ડ ન્યુ કાર ખરીદી છે, જેની કિંમત એક કરોડથી પણ વધુ છે.
શેરાનું મૂળ નામ ગુરુમીત સિંહ છે, અને તે છેલ્લા 29 વર્ષથી સલમાન ખાનના બોડીગાર્ડ તરીકે તેની સુરક્ષા અને દેખરેખ રાખે છે. રિપોર્ટ્સ મુજબ, શેરાની દરમહિનાની સેલરી 15 લાખ રૂપિયા છે, જે બોલિવૂડના કોઈપણ સ્ટારના બોડીગાર્ડની સેલરીમાં સૌથી વધુ છે.
શેરા સલમાન ખાનને “માલિક” કહીને સંબોધે છે. તેણે એકવાર કહ્યું હતું કે “માલિકનો અર્થ છે માલિક,” અને તેના માટે સલમાન “માલિક” અને “ભગવાન” બન્ને છે. તે સલમાન માટે પોતાનું જીવન પણ ન્યોછાવર કરવા તૈયાર છે.
શેરાનો જન્મ મુંબઈના અંધેરીમાં થયો હતો, અને તે શિખ પરિવારથી આવે છે. સલમાન ખાનના બોડીગાર્ડ બનતા પહેલા, તે બોડીબિલ્ડિંગમાં હતો અને મિસ્ટર મુંબઈ સહિત અનેક સ્પર્ધાઓ જીતી હતી. તે મિસ્ટર મહારાષ્ટ્રમાં બીજા સ્થાન પર રહ્યો હતો.
શેરાની પોતાની સિક્યોરિટી કંપની છે, જેનું નામ ટાઈગર સિક્યોરિટી છે. એક ઈન્ટરવ્યુમાં, શેરાએ કહ્યું હતું, “જ્યાં સુધી હું જીવીશ, ભાઈ (સલમાન) સાથે રહીશ.”
ફેન્સ તરફથી અભિનંદન
તસવીર જોયા બાદ અનેક ફેન્સે કોમેન્ટ કરીને શેરાને અભિનંદન પાઠવ્યા હતા. ઘણા યુઝર્સએ કોમેન્ટમાં લખ્યું, “શેરાભાઈ, મને પણ તમારો બોડીગાર્ડ બનાવો. કોઈ નાની મોટી ક્રેટા કાર હું પણ લઇ જઈશ.”
કોણ છે શેરા?
શેરાનું સાચું નામ ગુરમીત સિંહ જોલી છે. તે છેલ્લા 29 વર્ષથી સલમાન ખાનની સુરક્ષા અને ધ્યાન રાખે છે. આજે તેની પોતાની સિક્યોરિટી કંપની પણ છે, જે “ટાઈગર સિક્યોરિટી” તરીકે જાણીતી છે. 2017માં, ટાઈગર સિક્યોરિટીએ ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયક જસ્ટિન બીબરની સુરક્ષા વ્યવસ્થા પણ સંભાળી હતી.
વધુ વાંચો: