google-site-verification: googlec8654436f05b508b.html

Salman Khan ના ઘરે રેલાશે શરણાઈના સૂર, ભાઈ સોહેલને મળી નવી મહબૂબ

Salman Khan ના ઘરે રેલાશે શરણાઈના સૂર, ભાઈ સોહેલને મળી નવી મહબૂબ

Salman Khan : બોલીવુડના અભિનેતા અને નિર્માતા સોહેલ ખાને 2022માં સીમા સજદેહ સાથે છૂટાછેડા લીધા હતા. આ જોડીએ 1998માં લગ્ન કર્યા હતા અને ઘણા વર્ષો સુધી સાથે રહ્યા હતા, પરંતુ અચાનક છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. આ સમાચારથી ચાહકોને પણ ભારે આશ્ચર્ય થયું હતું.

સોહેલ ખાનને મળ્યો નવો પ્રેમ?

હવે લાગે છે કે સોહેલ ખાનને પણ, મોટા ભાઈ અરબાઝ ખાનની જેમ, નવો પ્રેમ મળી ગયો છે. અમે આ નથી કહી રહ્યા, પણ તેમની હાલની કેટલીક તસવીરો આ વાતની સાક્ષી આપે છે. સોહેલ ખાનની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જેમાં તેઓ એક “મિસ્ટ્રી ગર્લ” સાથે જોવા મળી રહ્યા છે.

સોહેલ ખાન સાથે જોવા મળી મિસ્ટ્રી ગર્લ

જ્યારે સોહેલ ખાન અને આ મિસ્ટ્રી ગર્લ મુંબઈના એક રેસ્ટોરન્ટમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે પાપારાઝીઓએ તેમને કેમેરામાં કેદ કરી લીધા હતા. આ બંનેને સાથે જોઈને ગોસિપ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે, શું સલમાન ખાનના નાના ભાઈના જીવનમાં ફરીથી પ્રેમ આવ્યો છે?

Salman Khan
Salman Khan

શું સલમાન ખાનના ઘરે ફરીથી શરણાઈ વાગશે?

ફેન્સ પણ હાલ એવી ચર્ચા કરી રહ્યા છે કે, શું Salman Khan ના ઘરે ફરીથી શરણાઈ વાગશે? social media પર વાયરલ થયેલી તસવીરોમાં સોહેલ ખાન ડાર્ક બ્લુ ટી-શર્ટમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે, જ્યારે મિસ્ટ્રી ગર્લ બ્લેક ડ્રેસમાં દેખાઈ રહી છે. આ મિસ્ટ્રી ગર્લ કોણ છે તે વિશે હાલ કોઈ માહિતી નથી.

સીમા સજદેહે ખુલાસો કર્યો છૂટાછેડાનું કારણ

સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડાના સમાચાર ફેન્સ માટે આઘાતજનક હતા. છૂટાછેડા પહેલા, એવી ચર્ચા હતી કે તેઓ થોડા સમયથી અલગ રહેતા હતા. સીમા સજદેહે એક ઇન્ટરવ્યુમાં છૂટાછેડાનું કારણ ખુલાસો કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું કે તે અન્ય મહિલાઓના કારણે સોહેલ ખાનથી અલગ થઈ ગઈ હતી.

Salman Khan
Salman Khan

મેથી 2022માં, સોહેલ ખાન અને સીમા સજદેહ મુંબઈની ફેમિલી કોર્ટમાં સાથે જોવા મળ્યા હતા, જ્યાં બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડા માટે અરજી કરી હતી. છૂટાછેડા બાદ, બંનેએ ક્યારેય જાહેરમાં એકબીજાની ટીકા કરી નથી અને બંનેએ તેમના પુત્રો નિર્વાણ અને યોહાનની સંભાળ એકસાથે લઈ રહ્યા છે.

સોહેલ ખાનના જીવનમાં પ્રેમનો ફરી પ્રવેશ?

9 સપ્ટેમ્બર, 2024ના રોજ, સોહેલ ખાન મુંબઈની એક લક્ઝુરિયસ રેસ્ટોરન્ટમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ સમયે, સોહેલ ખાન ભૂરા રંગના જોગર્સ અને વાદળી રંગની ટી-શર્ટમાં ખૂબ જ આકર્ષક લાગતા હતા.

રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા સમયે, સોહેલે પાપારાઝીઓનું અભિવાદન કર્યું અને પોતાની કારમાં બેસી ગયા. આ દરમિયાન, જે વસ્તુએ સૌનું ધ્યાન ખેંચ્યું તે હતી કારની પાછળની સીટ પર બેઠેલી રહસ્યમય છોકરી.

 

 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

સોહેલ મિસ્ટ્રી ગર્લ સાથે બેઠા-બેઠા વાત કરતા નજરે પડ્યા. પાપારાઝીઓએ આ મોમેન્ટને પોતાના કેમેરામાં કેદ કરી લીધો, અને આ વીડિયોને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો, જે ઝડપથી વાયરલ થઈ ગયો.

53 વર્ષના સોહેલ ખાનના આ વીડિયો વાયરલ થતા જ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે અભિનેતાના જીવનમાં પ્રેમ ફરી પ્રવેશ કરી રહ્યો છે. જો કે, સોહેલ ખાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે તેઓ કોઈ નવો સંબંધ શરૂ કરી રહ્યા છે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *