google-site-verification: googlec8654436f05b508b.html

Sania Mirza એ શોએબ મલિક સાથે છુટાછેડા બાદ આ પાકિસ્તાની સાથે કર્યા લગ્ન?

Sania Mirza એ શોએબ મલિક સાથે છુટાછેડા બાદ આ પાકિસ્તાની સાથે કર્યા લગ્ન?

Sania Mirza : પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન શોએબ મલિકે જાન્યુઆરી 2024માં જાણીતી અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા. આ લગ્ન સાથે જ શોએબ મલિક અને ભૂતપૂર્વ ભારતીય ટેનિસ સ્ટાર Sania Mirza અલગ થઈ ગયા.

શોએબના આ ત્રીજા અને સના જાવેદના બીજા લગ્ન છે. સના જાવેદે શોએબ મલિક સાથે લગ્ન કરતા પહેલા પાકિસ્તાની ગાયક ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, સના અને ઉમૈરના લગ્ન લાંબા સમય સુધી ચાલી શક્યા નહીં, અને બંનેએ છૂટાછેડા લઇ લીધા.

સના જાવેદના પૂર્વ પતિએ પણ કર્યા નવા લગ્ન

હવે સના જાવેદના પૂર્વ પતિ, ઉમૈર જસવાલ તાજેતરમાં ફરીથી લગ્ન કર્યા છે. ઉમૈરે આ ખુશખબર સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી.

 

 

 

 

View this post on Instagram

 

A post shared by Umair Jaswal (@umairjaswalofficial)

જો કે, આ વખતે ઉમૈરના લગ્નની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર એવું દાવો કરવામાં આવ્યો કે તેણે ભૂતપૂર્વ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. આ દાવાને કારણે ચર્ચા વધુ વધી હતી, તો ચાલો જાણીએ આમાં કેટલી સત્યતા છે.

સાનિયા મિર્ઝા સાથે લગ્નનો દાવો ખોટો છે

આ દાવા સંપૂર્ણપણે ખોટા છે. ઉમૈરે તાજેતરમાં તેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે શેરવાનીમાં વરરાજા તરીકે જોવા મળે છે. જો કે, ઉમૈરે તેની નવી પત્નીની ઓળખ જાહેર કરી નથી.

Sania Mirza
Sania Mirza

તેમણે તેની લગ્ન સંબંધી કોઈ વધુ માહિતી આપી નથી. ઉમૈરે તસવીર સાથે અરબીમાં કેપ્શન લખ્યું છે, જેનો અર્થ થાય છે, “તમારો ભગવાન તમને આશિર્વાદ આપશે અને સંતુષ્ટ રાખશે.”

સના અને ઉમૈરે છૂટાછેડા લીધા

ઉમૈર જસવાલ અને સના જાવેદે 2020માં લવ મેરેજ કર્યા હતા. લગભગ ત્રણ વર્ષ સુધી સાથે રહીને, બંનેએ છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયા. હવે, સના અને ઉમૈર બંનેએ બીજી વખત પોતાની-પોતાની અલગ-અલગ રીતે નવી જિંદગી શરૂ કરી છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *