કંજૂસ Sara Ali Khan એ કરોડો ખર્ચ કરીને મુંબઈમાં ખરીદી પ્રોપર્ટી!
Sara Ali Khan : બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સારા અલી ખાન ફરી ચર્ચામાં છે. પોતાની એક્ટિંગ અને સ્માર્ટનેસ માટે જાણીતી આ Sara Ali Khan એ તાજેતરમાં મુંબઈમાં એક નવો પ્રોપર્ટી ડીલ કરીને સૌનું ધ્યાન આકર્ષ્યું છે. સારા અલી ખાને અંધેરી વેસ્ટમાં બે ઓફિસ સ્પેસ ખરીદી છે, જેની કિંમત સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
સારાની નવી ઓફિસ સ્પેસની વિશેષતાઓ
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને અંધેરી વેસ્ટ, મુંબઈમાં 22.26 કરોડ રૂપિયામાં બે બિઝનેસ ઓફિસ સ્પેસ ખરીદી છે. દરેક ઓફિસ સ્પેસની કોન્ટ્રાક્ટ કિંમત 11.13 કરોડ રૂપિયા છે.
આ સાથે, સારા અલી ખાન એ લગભગ 66.8 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. ડોક્યુમેન્ટ મુજબ, દરેક યુનિટનો વિસ્તાર 2,099 ચોરસ ફૂટ છે, જ્યારે કાર્પેટ એરિયા 1,905 ચોરસ ફૂટ છે.
આ બંને ઓફિસમાં ત્રણ કાર પાર્કિંગની સુવિધા પણ છે. પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનની તારીખ 10 ઓક્ટોબર, 2024 છે. સારા અલી ખાને ખરીદેલી આ મિલકત અંધેરી વેસ્ટમાં વીરા દેસાઈ રોડ પર આવેલી સિગ્નેચર બિલ્ડિંગમાં સ્થિત છે.
પાછલા વર્ષનું રોકાણ
આ પહેલીવાર નથી કે સારાએ આ પ્રકારની પ્રોપર્ટી ખરીદી છે. ગયા વર્ષે પણ સારા અલી ખાન અને તેની માતા અમૃતા સિંહે આ જ બિલ્ડિંગના ચોથા માળે એક ઓફિસ યુનિટ ખરીદી હતી, જેની કિંમત 9 કરોડ રૂપિયા હતી અને તેમાં ત્રણ કાર પાર્કિંગની જગ્યાઓ સામેલ હતી.
સારાના ફેન્સની પ્રતિક્રિયા
સારાના આ નવા પ્રોપર્ટી રોકાણના સમાચારથી તેના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફેન્સ તેની સફળતાથી ગર્વ અનુભવી રહ્યા છે અને તેને અભિનંદન પાઠવી રહ્યા છે. જો કે, સારા અથવા તેની માતા અમૃતા સિંહ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
અન્ય બોલીવૂડ સેલેબ્સના રોકાણ
સારાના આ પ્રોપર્ટી ખરીદીના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે અનેક બોલીવૂડ સેલેબ્સ પણ આવી જ પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનએ આ જ બિલ્ડિંગમાં ચાર યુનિટ ખરીદ્યા હતા, જેની કુલ કિંમત 28.72 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત, કાર્તિક આર્યને તાજેતરમાં એક યુનિટ 10.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વધુ વાંચો: