google-site-verification: googlec8654436f05b508b.html

સોસાયટી માં કચરો લેવા આવતા ટેમ્પાએ એક 5વર્ષના એકના એક દીકરા ને કચડી નાખયો માથા પરથી ટાયર ચાલી ગયું, વાંચો..!

સોસાયટી માં કચરો લેવા આવતા ટેમ્પાએ એક 5વર્ષના એકના એક દીકરા ને કચડી નાખયો માથા પરથી ટાયર ચાલી ગયું, વાંચો..!

સમીમ પાર્ક નામની સોસાયટી મા તમામ રહીશો માટે સુવિધાના ભાગરૂપે રોજ સવારના સમયે કચરો લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડી આવે છે. એક દિવસ સોસાયટીના ગેટ પાસે મુહંમદઔન નામનો પાંચ વર્ષનો બાળક રમી રહ્યો હતો.

એ સમય દરમિયાન આ કચરાની ગાડી ત્યાં કચરું લેવા માટે આવી હતી. કચરાની ગાડીનો ડાઈવર બેફામ રીતે ગાડી ચલાવી રહ્યો હતો. જેના કારણે પાંચ વર્ષના બાળકનો ભોગ લઇ લીધો હતો. અને તેના પરથી ટેમ્પો ચલાવી દીધો હતો. આ પહેલા પણ સુરતના એક વિસ્તારમાં કચરાના ટેમ્પા ચાલકે સોસાયટીમાં રમતા માત્ર છ વર્ષના બાળકને ઉપર ટેમ્પો ચડાવી દેતાં તેનું મૃત્યુ થયું હતું..

હકીકતમાં તમે પાર્ક સોસાયટીમાં આવેલી કચરાની આ ગાડી કચરાથી ઓવરલોડ થઈ ચૂકી હતી. છતાં પણ તે કચરો લેવા માટે આ સોસાયટીમાં આવી હતી. ઓવરલોડના કારણે ડ્રાઈવરને પાછળનું કોઇ પણ વિસ્તાર દેખાઈ રહ્યો ન હતો. છતાં પણ તે ગાડીને રિવર્સ લેતો હતો.. એવામાં પાંચ વર્ષનો બાળક મોટા અકસ્માતનો ભોગ બન્યો છે.

ટેમ્પાનું પાછળનું ટાયર આ બાળકના માથા પરથી પસાર થઈ ગયું હતું. અને બાળકના મોઢા માંથી ચીખ નીકળી ગઈ હતી. ત્યાં ઉભેલા લોકોએ ટેમ્પાચાલક ને જોર જોર થી બુમો પાડીને કહ્યું કે ટેમ્પા નીચે એક બાળક કચડાઈ ગયો છે. એટલા માટે તેણે ટેમ્પો આગળ લીધો હતો. એવામાં ફરી એકવાર તેના માથા પરથી ટાયર ચાલી જતા ઘટના સ્થળે જ બાળકના માથાનો છૂંદો બોલી ગયો હતો….

ત્યારબાદ સોસાયટીના સૌ કોઈ લોકોએ ટેમ્પોચાલક અનિલ ખૂમચંદભાઇ ગરવાલ નામના યુવકને પકડી પાડયો હતો. અને પોલીસમાં ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસને સોંપી દીધો હતો. તો બીજી બાજુ આ ઇજાગ્રસ્ત બાળકને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા…

પરંતુ ડોક્ટરે સારવાર બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના મુખેથી આ ખરાબ સમાચાર સાંભળતાની સાથે જ પરિવાર એકાએક સ્તબ્ધ થઈ ગયો હતો. કારણ કે તેમનો પાંચ વરસનો હસતોખેલતો દીકરો આજે તેમની નજર સામે જ મૃત્યુ પામ્યો છે. પોલીસે અનીલ ખૂમચંદભાઇ ગરવાલની ધરપકડ કરી છે.. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *