Shilpa Shetty ના ચાલી રહ્યા છે ખરાબ દિવસ, ઘર છોડવાનો વારો..
Shilpa Shetty : ઈડીએ 27 સપ્ટેમ્બરના રોજ Shilpa Shetty અને તેના પતિ રાજ કુંદ્રાને મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત તપાસની નોટિસ મોકલી હતી, જેમાં મુંબઈના જુહૂ સ્થિત ઘર અને પુણેના ફાર્મહાઉસ ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
પરંતુ હવે આ દંપતીને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુરુવારે ઈડી તરફથી બોમ્બે હાઈકોર્ટને જણાવાયું કે, તેઓ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સામે કોઈ કાર્યવાહી નહીં કરે, જ્યાં સુધી કોર્ટ તેમના મિલકત જપ્ત કરવાની નોટિસ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપતી નથી.
મકાન જપ્ત કરવાની નોટિસ પર રોક
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ બિટકોઈન ફ્રોડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીની નોટિસ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ નોટિસમાં તેમની મિલકત જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ દંપતીએ દલીલ કરી હતી કે નોટિસ ખોટી છે અને કોઈ વ્યાખ્યાયિત કારણ વિના જારી કરવામાં આવી છે, તેથી તેને રદ કરવામાં આવે.
કોર્ટના આદેશ મુજબ
ઈડીના વકીલએ કોર્ટમાં જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, અને જ્યાં સુધી આ મુદ્દા પર કાયમી નિર્ણય નહીં થાય, ત્યાં સુધી ઈડીની નોટિસ પર અમલ નહીં થાય. કોર્ટે આદેશ આપ્યો કે જો અધિકારીઓ કુંદ્રા અને શિલ્પા વિરુદ્ધ ચુકાદો આપે, તો તે ચુકાદો બે અઠવાડિયા માટે અમલમાં નહીં મૂકવામાં આવે.
કેસની સામે
બોમ્બે હાઈકોર્ટે બુધવારે રાજ કુંદ્રાની અરજી સાંભળી હતી, જેમાં રાજ કુંદ્રાએ ઈડી દ્વારા આપવામાં આવેલી નોટિસને નિયમોના વિરુદ્ધ ગણાવી હતી અને તેને રદ કરવાની માગણી કરી હતી.
વધુ વાંચો: