Shoaib Malik ની ત્રીજી પત્ની સના જાવેદ પ્રેગ્નેન્ટ છે? બર્થડે પર દેખાયો બેબી બમ્પ!
Shoaib Malik : પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે સાનિયા મિર્ઝાને છોડીને સના જાવેદ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીનું નામ આયેશા સિદ્દીકી અને બીજી બેગમ સાનિયા મિર્ઝા હતી. Shoaib Malik એ તેની પહેલી પત્ની આયેશા સિદ્દીકીને 500 રૂપિયા દહેજ તરીકે આપ્યા હતા જ્યારે સાનિયા મિર્ઝાને 61 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
કેટલાક લોકો કહે છે કે પહેલી પત્નીને 500 રૂપિયા અને બીજી પત્નીને 61 લાખ રૂપિયા કેમ મળ્યા? આવું શા માટે, શોએબ મલિક પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજી વખત લગ્ન કરીને ઘણા વિવાદોમાં ઘેરાયા હતા. ત્રીજા લગ્ન બાદ શોએબ મલિકે સના જાવેનો પહેલો જન્મદિવસ ઉજવ્યો. સના જાવેદનો આ 31 મોં જન્મદિવસ છે.
સના જાવેદના 31માં જન્મદિવસને યાદગાર બનાવવા માટે શોએબ મલિકે એક ખાસ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. તે સમયે બંને પતિ-પત્ની રોમેન્ટિક બની ગયા હતા. ઉપરાંત, શોએબે સનાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા ચાહકો સાથે કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરમાં દેખાઈ રહ્યું છે કે શોએબ અને સના એકબીજાને બાંહોમાં પકડીને ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
Shoaib Malik ની ત્રીજી બેગમ ગર્ભવતી છે?
સના જાવેદ 25 માર્ચે 31 વર્ષની થઈ. સના અને શોએબે ગઈકાલે 27 માર્ચે સોશિયલ મીડિયા પર તેમના જન્મદિવસની પાર્ટીની તસવીરો શેર કરી હતી. અને તસવીરો જોઈને લોકો અનુમાન લગાવવા લાગ્યા કે શું સના જાવેદ પ્રેગ્નેન્ટ છે? શોએબ મલિકની ત્રીજી પત્ની સના જાવેદની પ્રેગ્નન્સીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
સમાચારોમાં છે કે બર્થડે પાર્ટીની તસવીરોમાં સના જાવેદનો બેબી બમ્પ દેખાડવામાં આવ્યો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે સના જાવેદ અને શોએબ મલિકે હજુ સુધી પ્રેગ્નન્સી વિશે કંઈ કહ્યું નથી.
સનાએ તેના જન્મદિવસની ઉજવણી માટે તેના ક્રિકેટર પતિનો પણ આભાર માન્યો હતો. 2024 ની શરૂઆતમાં, સના અને શોએબે અચાનક તેમના લગ્નની તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા.
સના જાવેદના 31 મા જન્મદિવસની પાર્ટીમાં અભિનેત્રીએ મરૂન રંગની કુર્તી પહેરી હતી. અને બીજી તરફ, સના જાવેદના પતિ પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે બેજ પેન્ટ સાથે કોક કલરનો શર્ટ પહેર્યો હતો.
તેના જન્મદિવસની તસવીરો શેર કરતી વખતે સનાએ લખ્યું, “બસ અમે બંને, જન્મદિવસની ઉજવણી માટે મારા પ્રિય પતિનો આભાર.” જન્મદિવસની તસવીર બતાવે છે કે શોએબ અને સના એકબીજાને કેટલો પ્રેમ કરે છે. ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પૂર્વ પતિ શોએબ મલિકે ત્રીજા લગ્ન કર્યા છે.
શોએબ મલિકે પહેલા લગ્ન 2002 માં આયેશા સિદ્દીકી સાથે કર્યા હતા જે 8 વર્ષ સુધી ચાલ્યા હતા. 2010 માં શોએબે ભૂતપૂર્વ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પોતાની બીજી દુલ્હન બનાવી હતી, પરંતુ લગ્નના પાંચ વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા. આ દરમિયાન સાનિયા મિર્ઝા તેના બાળકો સાથ અલગ ઘરમાં રહે છે.
પહેલા લગ્ન આયેશા સિદ્દીકી સાથે
આયશા સિદ્દીકી સાથે શોએબ મલિક એ પહેલી મુલાકાત ફોનમાં કરી હતી. શોએબે કહ્યું કે, તે આયેશાને ક્યારેય રૂબરૂ મળ્યો જ નથી અને તેનો ફોટો ફોનમાં જોઈને જ તેની સાથે લગ્ન કરી લીધા હતા. 2005 માં જ્યારે શોએબ મલિક અને આયેશાની રૂબરૂ મુલાકાત થઈ ત્યારે તેને ખબર પડી કે તે આ મહિલા જ નથી જેને તેણે ફોનમાં જૉ હતી.
બીજા લગ્ન સાનિયા મિર્ઝા સાથે
2010 માં, શોએબ મલિકે સાનિયા મિર્ઝા સાથે બીજી વાર લગ્ન કર્યા, તેના જીવનમાં ફરી એક નવો અધ્યાય શરૂ થયો. સાનિયા મિર્ઝા સાથેના તેમના લગ્નમાં ચાલી રહેલા વિવાદોએ મીડિયામાં રસ વધાર્યો હતો.
શોએબ મલિકે ઓગસ્ટ 2022 માં તેનું ઈન્સ્ટાગ્રામ બાયો બદલ્યું હતું. પહેલા શોએબે “સુપરવુમન સાનિયા મિર્ઝાનો પતિ” એવું લખ્યું હતું, ત્યારબાદ “સાચા આશીર્વાદના પિતા” એવું લખ્યું.
વધુ વાંચો: