google-site-verification: googlec8654436f05b508b.html

Shraddha Kapoor સિંધી બિઝનેસમેન સાથે આ તારીખે બંધાશે લગ્નના બંધનમાં!

Shraddha Kapoor સિંધી બિઝનેસમેન સાથે આ તારીખે બંધાશે લગ્નના બંધનમાં!

Shraddha Kapoor : બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. એક્ટ્રેસની વિશાળ ફેન ફોલોઈંગ છે.

‘સ્ત્રી 2’ ની સફળતા પછી, તાજેતરમાં Shraddha Kapoor એ પ્રિયંકા ચોપરાને પાછળ છોડીને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય સેલેબ્સની યાદીમાં બીજા ક્રમ પર પહોંચવાની સિદ્ધિ હાંસલ કરી છે.

શ્રદ્ધા કપૂર ની પર્સનલ લાઈફ અને સંબંધોને લઈને અનેક વાર ચર્ચાઓ થાય છે, અને ફેન્સને હંમેશા આ બાબત જાણવાની ઉત્સુકતા રહે છે કે તે કોને ડેટ કરી રહી છે અને તેના જીવનમાં શું ચાલી રહ્યું છે. તાજેતરમાં, શ્રદ્ધાના ‘પાર્ટનર’ વિશે નવી માહિતી સામે આવી છે, જેના કારણે ચાહકોમાં ઉત્તેજનાનો માહોલ છે.

Shraddha Kapoor
Shraddha Kapoor

રાહુલ મોદીને ડેટ નથી કરી રહી શ્રદ્ધા!

આ વર્ષની શરૂઆતમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં એક્ટ્રેસે રાહુલ મોદી સાથે હાજરી આપી હતી, જેનાથી ચાહકોમાં તેમના સંબંધોને લઈ અટકળો શરૂ થઈ હતી.

આ સાથે ફેન્સને આશા હતી કે તેઓ ટૂંક સમયમાં પોતાના સંબંધોને જાહેર કરશે, પણ એવું થયું નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂર રાહુલ મોદીને ડેટ કરી રહી નથી. અનફોલો કરવાની ઘટનાથી પછી, તેમના બ્રેકઅપની ચર્ચાએ વેગ પકડ્યો હતો.

Shraddha Kapoor
Shraddha Kapoor

શ્રદ્ધા કપૂરના તાજેતરના ઈન્ટરવ્યુએ મચાવી ધૂમ

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન, શ્રદ્ધા કપૂર એ તેના ‘પાર્ટનર’નો ઉલ્લેખ કર્યો, જેનાથી ફરી એકવાર ચાહકોમાં તેમના બોયફ્રેન્ડ વિશે અટકળો શરૂ થઈ ગઈ. એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં, શ્રદ્ધાએ કહ્યું કે તેને તેના પાર્ટનર સાથે સમય વિતાવવો પસંદ છે. આ નિવેદન બાદ તેમના સંબંધ વિશે ફરી વાતચીત ચાલી છે.

Shraddha Kapoor
Shraddha Kapoor

સિંધી બિઝનેસમેનને ડેટ કરી રહી છે શ્રદ્ધા

રેડિટ પર બોલિ બ્લાઈન્ડ અને ગોસિપની એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રદ્ધાએ એક સિંધી બિઝનેસમેન સાથે ડેટ કરવાનું શરૂ કર્યું છે. પોસ્ટમાં જણાવાયું છે કે આ બિઝનેસમેન બિન-ફિલ્મી પૃષ્ઠભૂમિ ધરાવે છે, પરંતુ ફિલ્મોમાં રોકાણ કરે છે.

‘સ્ત્રી 2’ ના પ્રમોશન દરમ્યાન તે દિલ્હીમાં પણ તેની સાથે જોવા મળ્યો હતો. તે ઉંમરમાં શ્રદ્ધા કરતા નાનો લાગે છે અને મહત્વની વાત એ છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *