સુરતની આ દીકરીને સો સો સલામ…પરિવારમાં કોઈ કમાવનારું ન હોવાથી આજે દીકરી પરિવારનો મોભી બનીને રાત-દિવસ એક કરી પરિવારની બધી જવાબદારીઓ ઉપાડી રહી છે
આ દુનિયામાં જેટલા પણ લોકોએ જન્મ લીધો છે તેમનું મૃત્યુ એક દિવસે નક્કી જ છે પણ તેમને તેમનું જીવન જીવવા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય છે. તેમાં પણ જીવનમાં સુખ અને દુઃખમાંથી બધા જ લોકોને પસાર થવું પડતું હોય છે.
ઘણા એવા લોકો પણ આપણી આસપાસ રહેતા હોય છે જેમને નાનપણથી ઘડપણ સુધી દુઃખનો જ સામનો કરવો પડતો હોય છે.આજે આપણે એક એવા જ મહિલા વિષે જાણીએ જેમનું નામ કિરણ બેન છે અને તેઓ તેમની દીકરી સાથે રહે છે.
આ દીકરીનું નામ હેનસીબેન છે. તેમના પતિ આ દુનિયામાં નથી તેઓનું મૃત્યુ થઇ ગયું છે. આજે આ પરિવારમાં એટલી મોટી તકલીફો છે જેમાં કિરણ બેન બીમાર જ રહે છે અને તેમની દીકરી સાડીઓમાં સ્ટોન લગાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
આજે આ પરિવાર સુરતમાં રહે છે, અને તેઓને દીકરો, દીકરી અને કિરણબેન સાથે રહે છે. તેઓ હાલમાં પાંચ મહિનાથી જ સુરતમાં રહે છે. આજે આ પરિવારમાં કમાવનારું કોઈ નથી, એટલે દીકરી દિવસે આ સ્ટોન લગાવીને સો રૂપિયાનું કામ કરે છે અને એટલું આ પરિવારના ગુજરાન માટે પૂરતું નથી તેમ છતાં પરિવાર મોટી મુશ્કેલીમાં તેમના દિવસો પસાર કરે છે.
તેમના પતિના મૃત્યુ પછી તેમને કોઈ રાખતું નહતું તો કિરણબેન તેમના બંને દીકરાઓને લઈને તેમના ભાઈને ઘરે રહેતા હતા. જ્યાં હાલમાં આ દીકરી એકલા હાથે મહેનત કરી રહી છે અને આખા પરિવારની બધી જ જવાબદારી એકલા હાથે ઉપાડી લીધી છે.
આવા ગરીબ લોકોની મદદ કરવા આ નંબર પર કોલ કરો – ૭૬૦૦ ૯૦૦ ૩૦૦.