google-site-verification: googlec8654436f05b508b.html

પતિ સાથે Sonakshi Sinha અંડરવોટર રોમાન્સ કરતી જોવા મળી

પતિ સાથે Sonakshi Sinha અંડરવોટર રોમાન્સ કરતી જોવા મળી

Sonakshi Sinha : બોલીવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા હાલમાં પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા શક્તિમાન ફેમ એક્ટર મુકેશ ખન્ના સાથેના વિવાદને કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.

હવે ફરી એકવાર સોનાક્ષી ચર્ચામાં છે, અને આ વખતે તે પતિ ઝહિર ઈકબાલ સાથેના વેકેશન ફોટાઓને કારણે ચર્ચામાં આવી છે. નોંધનીય છે કે સોનાક્ષી સિન્હા અને ઝહિરના લગ્નને હવે માત્ર છ મહિના થયા છે, અને બંને અવારનવાર વેકેશન પર જતા રહે છે અને ફોટા ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Sonakshi Sinha
Sonakshi Sinha

જૂન મહિનામાં લગ્ન

સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલે આ જ વર્ષના 23મી જૂનના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેઓએ રજિસ્ટર્ડ મેરેજ કરીને બાદમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. તેમના લગ્ન તે સમયે ઘણી ચર્ચામાં રહ્યા હતા.

વેકેશન ફોટામાં નજરે પડતી કપલ કેમિસ્ટ્રી

તાજેતરમાં સોનાક્ષી સિન્હા એ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી પર વેકેશનના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે. આ ફોટામાં સોનાક્ષી અને ઝહિર સમુદ્રમાં અંડરવોટર રોમેન્ટિક મોજ માણતા જોવા મળે છે. બંનેએ મેચિંગ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેર્યા છે, અને બોટ પર સેલ્ફી લેતા પણ દેખાઈ રહ્યા છે.

Sonakshi Sinha
Sonakshi Sinha

ચાહકોમાં હલચલ

સોનાક્ષી અને ઝહિરના આ ફોટાએ ચાહકોમાં ભારે ચર્ચા જગાવી છે. બંને જણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તાજેતરના ફોટા તેમના મજબૂત સંબંધ અને કપલ ગોલ્સને જોરદાર રીતે રજૂ કરે છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *