બે બાળકોની માં Preity Zinta ના લગ્નજીવનમાં આવી મુશ્કેલી, છૂટાછેડા લેવાની..
Preity Zinta : એક સમયે હિન્દી સિનેમાની સૌથી ચુલબુલી અભિનેત્રી માનવામાં આવતી Preity Zinta હાલના સમયમાં ફિલ્મો પરથી ગાયબ થઈ ગઈ છે.
‘વીર-ઝારા’, ‘દિલ ચાહતા હૈ’, ‘કલ હો ના હો’, ‘કોઈ મિલ ગયા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર પ્રીતિ ઝિન્ટાની કારકિર્દી હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે, અને તે હવે ફિલ્મ ઉદ્યોગમાંથી દૂર છે.
34 દીકરીઓની દત્તક માતા
પ્રીતિ ઝિન્ટાના અભિનય અને ફિલ્મોની જાણકારી તો આપણે બધાને છે, પરંતુ શું તમે જાણો છો કે પ્રીતિ 34 દીકરીઓની દત્તક માતા છે? હા, વર્ષ 2009માં, પ્રીતિ ઝિન્ટાએ ઋષિકેશની 34 અનાથ છોકરીઓને દત્તક લીધી હતી.
આ નિર્ણય તેણે પોતાના જન્મદિવસના પ્રસંગે લીધો હતો. તે દર વર્ષે ઓછામાં ઓછી બે વખત આ દીકરીઓની મુલાકાત લેવા માટે જઈને તેમના જીવનનો ભાગ બનવા માટે પ્રયત્ન કરે છે.
પ્રીતિની છેલ્લી ફિલ્મ
પ્રીતિ ઝિન્ટાની છેલ્લી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ હતી. જોકે, તે ઘણી વાર IPL દરમિયાન તેની ક્રિકેટ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ)ને પ્રોત્સાહિત કરતી જોવા મળે છે.
Preity Zinta નું લગ્નજીવન
આજકાલ પ્રીતિ ઝિન્ટા તેના વૈવાહિક જીવનનો આનંદ માણી રહી છે. 29 ફેબ્રુઆરી 2016ના રોજ લોસ એન્જલસમાં એક ખાનગી સમારોહમાં પ્રીતિએ અમેરિકન નાગરિક જીન ગુડએનફ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ગોપનીય રાખવામાં આવ્યા હતા, અને છ મહિનાના અંતે તેની કેટલીક તસવીરો મીડિયામાં બહાર આવી હતી.
લગ્ન પહેલાં આ વ્યક્તિઓ સાથે રહી ચૂકી છે રિલેશનશીપમાં
નેસ વાડિયા
પ્રીતિ ઝિન્ટા અને નેસ વાડિયા ત્યાં સમયે નજીક આવ્યા જ્યારે બંને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ કિંગ્સ 11 પંજાબના માલિક હતા. બોમ્બે ડાઈંગના માલિક નેસ વાડિયા સાથે પ્રીતિ 2005થી 2009 સુધી રિલેશનશીપમાં રહી.
13 જૂન 2014ના રોજ, પ્રીતિ ઝિન્ટાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી કે વાનખેડે સ્ટેડિયમમાં IPLની એક મેચ દરમિયાન નેસે તેને ગાળો બોલી અને ધમકીઓ આપી હતી. આ ઘટનાની બાદમાં બંનેનો સંબંધ તૂટી ગયો.
યુવરાજ સિંહ
2015માં પ્રીતિ ઝિન્ટાના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેમાં તે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુવરાજ સિંહ સાથે જોવા મળી હતી. એ સમયે ચર્ચાઓ ચાલતી હતી કે પ્રીતિ અને યુવરાજ એકમેકને ડેટ કરી રહ્યા છે. જોકે, પ્રીતિએ આ પ્રકારની અફવાઓને નકારી કાઢતા ટ્વિટ કરીને સ્પષ્ટ કર્યું કે તેઓ ક્યારેય રિલેશનશીપમાં રહ્યા નથી.
માર્ક રોબિનસન
પ્રીતિ ઝિન્ટાએ પોતાના કરિયરની શરૂઆતમાં માર્ક રોબિનસન સાથે પણ નજીકના સંબંધ બાંધ્યા હતા. માનવામાં આવે છે કે બંને લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા, પરંતુ બંનેના વ્યસ્ત શિડ્યુલને કારણે તેઓ એકમેકને પૂરતો સમય આપી શક્યા નહીં, અને અંતે તેમનું બ્રેકઅપ થઈ ગયું.
સલમાન ખાન
પ્રીતિ ઝિંટાના સલમાન ખાન સાથેના સંબંધોને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. જે સમયે નેસ વાડિયાની સાથે રિલેશનશીપમાં હતી ત્યારે સલમાનને લઈને પણ તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
શેખર કપૂર
બોલિવૂડના જાણીતા અભિનેતા શેખર કપૂરની પત્ની, સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પ્રીતિ ઝિન્ટા પર આરોપ લગાવ્યો હતો કે તે તેમના લગ્ન તૂટવાના કારણ બની છે.
લાર્સ
લાર્સ મુંબઇમાં વર્ષોથી અનેક સિવિલ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હતા. તેમની પહેલા શાદી પણ થઈ હતી, પરંતુ થોડા સમય બાદ તેમનો સંબંધ તૂટી ગયો. તેના પછી લાર્સ અને પ્રીતિ ઝિન્ટા વચ્ચે નજીકનો સંબંધ હોવાની ચર્ચા થઈ હતી.