Suhana Khan ટૂંક સમયમાં બનશે દુલ્હન, શાહરુખના જમાઈનું બચ્ચન પરિવાર સાથે કનેક્શન!
Suhana Khan : બોલિવૂડના “કિંગ ખાન” એટલે કે શાહરૂખ ખાન હંમેશા પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે પોતાની પુત્રી Suhana Khan ને લઈને ચર્ચાનો વિષય બન્યો છે.
ખબરો એવી છે કે ટૂંક સમયમાં કિંગ ખાનના ઘરે ખુશીના મોમેન્ટ આવે તેવી સંભાવના છે, કારણ કે તેમના ઘરના દીકરા જેવા કોઈ વ્યક્તિ તેમના જમાઈ બની શકે છે.
આ વ્યક્તિ એ છે જેની સાથે સુહાના ખાન ઘણીવાર જોવા મળે છે. શાહરૂખ અને ગૌરી ખાને તેમની પુત્રીના લગ્ન તેની સાથે કરાવવાની યોજના બનાવી છે, અને આ સમાચાર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બનશે દુલ્હન
શાહરૂખ ખાનની પુત્રી, સુહાના ખાન, હાલમાં ઘણી ટીવી જાહેરાતો અને લક્સ સોપની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સતત લાઇમલાઇટમાં રહે છે. સુહાના સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તેનું તાજેતરમાં એક નવું ફોટો વાયરલ થયો છે, જેમાં તે સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટો પર અમિતાભ બચ્ચનની પુત્રી, શ્વેતા બચ્ચને, “બ્યુટી વિથ લવ” ઇમોજીસ સાથે કોમેન્ટ કરી છે, જેને સુહાનાએ પ્રેમભરી પ્રતિભાવ આપ્યો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુહાના અને શ્વેતા નંદાના પુત્ર અગસ્ત્ય નંદા એકબીજાને પસંદ કરે છે અને તેઓ ડેટ કરી રહ્યા છે. આવા સંજોગોમાં, શ્વેતા નંદા સુહાનાની સાસુ બની શકે છે. શ્વેતા બચ્ચન ખુદ સુહાનાને ખૂબ પ્રેમ કરે છે અને તે ઘણીવાર સુહાનાના ફોટાઓ પર કોમેન્ટ કરતી જોવા મળે છે.
સુહાના અને અગસ્ત્યના લગ્નની ચર્ચા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુહાના ખાન અને અગસ્ત્ય નંદા એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને તેઓએ લગ્ન કરવાની પણ યોજના બનાવી છે.
ઘણી વાર સાથે જોવા મળે છે સુહાના અને અગસ્ત્ય
સુહાના અને અગસ્ત્ય નંદાએ ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’ સાથે ડેબ્યૂ કર્યું હતું, જેને મિક્સ રિસ્પોન્સ મળ્યું હતું. આ જ કારણે સુહાના અને અગસ્ત્ય નંદાના લગ્નની ચર્ચા વધુ તેજ બની છે. જો આ સમાચારો સાચા સાબિત થાય, તો અગસ્ત્ય નંદા શાહરૂખ ખાનના જમાઈ બનશે, અને સુહાના નંદા પરિવારની વહુ બનશે.