Suhana Khan અને અગસ્ત્ય નંદા મામા અભિષેક બચ્ચન સાથે ફરવા નીકળ્યા, લોકો બોલ્યા- આને ફરક..
Suhana Khan : સુહાના ખાન અને અગસ્ત્ય નંદા મોડી રાત્રે સાથે જોવા મળ્યા હતા. બંને એકલા નહોતા પરંતુ તેમની સાથે અભિષેક બચ્ચન અને નવ્યા નવેલી નંદા પણ હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.
શાહરૂખ ખાનની પુત્રી Suhana Khan ને તાજેતરમાં જ ‘આર્ચીસ’ સાથે ઓટીટી ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા જોવા મળે છે. બંને વચ્ચે બાળપણથી મિત્રતા છે અને તેમના ડેટિંગની અફવાઓ ઘણા સમયથી ચર્ચામાં છે.
મોડી રાત્રે એક સાથે દેખાયા
Suhana Khan અને અગસ્ત્ય ઘણીવાર સાથે જોવા મળે છે, અને ફરી એકવાર એવું જ બન્યું જ્યારે બંને મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે સાથે જોવા મળ્યા. આ બંને મુંબઈના રસ્તાઓ પર એકલા ફરતા જોવા મળ્યા ન હતા, પરંતુ તેમની સાથે બીજા ઘણા લોકો પણ હતા.
વાયરલ વીડિયો
વિડિયોમાં સુહાના અને અગસ્ત્યને એક બિલ્ડીંગમાંથી બહાર આવતાં અને કારમાં બેસતા જોઈ શકાય છે. આ વીડિયો સામે આવતાં જ ઝડપથી વાયરલ થઈ ગયો હતો.
અભિષેક બચ્ચન ડ્રાઇવિંગ સીટ પર જોવા મળ્યો
વાયરલ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિષેક બચ્ચન ડ્રાઈવિંગ સીટ પર છે. અભિષેક બ્લેક હૂડી સાથે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે.
અગસ્ત્ય નંદા તેના મામા સાથે આગળની પેસેન્જર સીટ પર બેઠેલા જોવા મળ્યો હતો. અગસ્ત્ય એકદમ રિલેક્સ લાગતો હતો અને પેપ્સ તરફ સ્મિત પણ કરતો હતો, જ્યારે અભિષેક બચ્ચન પણ પાપારાઝીથી બેફિકર દેખાયો.
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પણ કારની પાછળની સીટ પર જોવા મળી હતી. આ દરમિયાન સુહાના પાપારાઝીથી છુપાયેલી અને શરમાતી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનના ડેટિંગની અફવાઓ ઉડી રહી છે. જો કે, આ મામલે બંને પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
સુહાના અને અગસ્ત્યએ સાથે કર્યું હતું ડેબ્યુ
સુહાના ખાન અને અગસ્ત્ય નંદાએ ગયા વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી સાથે ડેબ્યૂ કર્યું હતું. બોની કપૂરની દીકરી અને જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂરે પણ આ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, ફિલ્મને બહુ સારો પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ ત્રણેય સ્ટાર કિડ્સને તેમના અપકમિંગ પ્રોજેક્ટ્સ મળી ગયા છે.
સુહાના અને અગસ્ત્ય ઘણીવાર સાથે જોવા મળે છે
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અગસ્ત્ય નંદા અને સુહાના ખાન સાથે જોવા મળ્યા હોય. આ પહેલા પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. સુહાનાએ પણ અગસ્ત્યના જન્મદિવસ પર મિડનાઈટ સેલિબ્રેશન કર્યું હતું. એટલું જ નહીં, સુહાના ખાન નવ્યા નવેલીની સારી મિત્ર પણ છે અને શ્વેતા બચ્ચન સાથે પણ સારું બોન્ડ શેર કરે છે.
અભિષેક-એશ્વર્યાને લઈને પણ ઉડી રહી છે અફવાઓ
અભિષેક બચ્ચનની વાત કરીએ તો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને કારણે તેના અંગત જીવન વિશે ઘણા સમાચારો ચાલી રહ્યા છે. અનંત-રાધિકાના લગ્ન માટે એશ્વર્યા રાયનું બચ્ચન પરિવાર છોડીને તેની દીકરી સાથે એકલું જવું ઘણા લોકોને વિચિત્ર લાગી રહ્યું છે.
આ પછી, અભિષેક બચ્ચન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડાની સંબંધિત એક પોસ્ટને લાઇક કરવાથી જાણે આગમાં ઘી હોમાયું હોય તેવું થયું. જોકે, આ મામલે એશ્વર્યા, અભિષેક કે બચ્ચન પરિવાર તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી.
વધુ વાંચો: