Hema Malini ની દીકરીઓ સાથે Sunny-Bobby દર વર્ષે મનાવે છે રક્ષાબંધન, કહ્યું અમે કદી અલગ થયા જ નથી
સિનિયર એક્ટ્રેસ હેમા માલિનીએ દેઓલ પરિવારના સંબંધો અંગે દિલ ખોલીને વાત કરી છે. સની દેઓલ અને બોબી દેઓલ વિશે તેમણે પોતાની વાત કહી છે. તેમણે કહ્યું કે, સની અને બોબી ઘણી વખત એની બહેન આહના તથા ઈશાને મળે છે. પરિવાર હંમેશા એકબીજાની પડખે ઊભો રહ્યો છે. લોકો ખોટું વિચારે છે કે, અમારો પરિવાર અલગ છે. અમારો પરિવાર એક જ છે. આ ભાઈ-બહેનનું રીયુનિયન એવા સમયે ચર્ચામાં આવ્યું જ્યારે ઈશા ભાઈ સનીની ફિલ્મ ગદર-2 માટે એક સ્પેશ્યલ સ્ક્રિનિંગ પ્લાન કર્યું હતું. જેનું હોસ્ટિંગ પણ તેને જ કરેલું હતું.
હેમાએ કહ્યું કે, પરિવારની દ્રષ્ટિએ આ કંઈ મારા માટે નવું નથી. મને એવું લાગે છે કે, આ મારા માટે કોમન વાત છે. આ પહેલા પણ સની અને બોબી ઘરે આવેલા છે. હા, વાત એ છે કે, આવી કોઈ વાત અમે પોસ્ટ કરતા નથી. અમે એવા લોકોમાંથી નથી કે, દરેક વસ્તુઓના ફોટો પાડીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી દઈએ. અમારો પરિવાર એવો નથી કે, ફોટો પોસ્ટ કરીને વાત કરે. અમે કાયમ એક સાથે જ હતા. અમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. કાયમ અમે એકબીજાની સાથે ઊભા હોઈએ છીએ. મને ખુશી એ વાતની છે કે, હવે મીડિયાને પણ આ વાત સારી રીતે સમજાઈ ચૂકી છે.
ધર્મેન્દ્રએ ધર્મ પરિવર્તન કર્યું
અમુક કારણોને કારણે એશા અને આહના કરણના લગ્નમાં આવી શક્યા ન હતા. રક્ષબંધન પર સની અને બોબી શરૂઆતથી જ ઘરે આવી રહ્યા છે. જુન 2012માં ઈશાએ બિઝનેસમેન ભરત તખ્તાણી સાથે લગ્ન કર્યા હતા. એ સમયે સની અને બોબી એ પ્રસંગમાં જોવા મળ્યા ન હતા. એ સમયે અભય દેઓલે ભાઈ તરીકેની વિધિ પૂરી કરી હતી. વર્ષ 1954માં ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના લગ્ન બંન્નેના પરિવારની સહમતીથી થયેલા છે.
એ સમયે ધર્મેન્દ્રની ઉંમર 19 વર્ષ હતી. પછી તેઓ સની, બોબી, વિજેતા અને અજીતાના પેરેન્ટ બન્યા હતા. પછી ફિલ્મી કરિયર દરમિયાન એની મુલાકાત હેમા સાથે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ થયો. ધર્મેન્દ્ર બીજા લગ્ન કરવા માગતા ન હતા અને પત્નીને છૂટાછેડા પણ આપવા માગતા ન હતા. પછી ધર્મેન્દ્રએ પોતાનો ધર્મ બદલી નાખ્યો અને દિલાવર ખાન નામ ધારણ કર્યું. જ્યારે હેમાએ પોતાનું નામ આયશા બી આર ચક્રવર્તી કરી નાંખ્યું. પછી વર્ષ 1980માં બન્નેના નિકાહ નક્કી થયા હતા.