66ની ઉંમરે Sunny Deol ને થયો બીજીવાર પ્રેમ, આ સાંભળી ચાહકોના હૈયા..
Sunny Deol : બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સની દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે એક ખાસ તસવીર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ તસવીર કોઈ બીજા નથી પરંતુ તેની પત્ની પૂજા દેઓલ અને તેના મોટા પુત્ર કરણ દેઓલ સાથેની છે.
સની દેઓલ, જે પોતાના શાનદાર અભિનય, સંવેદનશીલ ડાયલોગ ડિલિવરી અને આઈકોનિક એક્શન સીન્સ માટે જાણીતો છે, તે પણ પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખે છે. Sunny Deol ના પરિવારના સભ્યો પણ ગ્લેમરની દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
હાલમાં જ સની દેઓલ ના મોટા પુત્ર કરણ દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની માતા સાથેની એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં પૂજા દેઓલ બ્લુ ટોપ અને વ્હાઇટ બોટમ પહેરેલી જોવા મળે છે, જ્યારે કરણ પોતાની માતાને પ્રેમથી ગળે લગાવે છે. કરણે કેપ્શનમાં લખ્યું છે, “માતા સાથે વિતાવેલો સમય અનમોલ છે.”
આ પોસ્ટ જોયા બાદ સની દેઓલે પણ તરત જ પ્રતિક્રિયા આપી હતી, અને ફોટો પર રેડ હાર્ટ ઈમોજી શૅર કરી હતી. આને જોઈને ચાહકો સનીને બેસ્ટ પપ્પા અને બેસ્ટ હસબન્ડ તરીકે વખાણી રહ્યા છે.
સની દેઓલની પત્ની પૂજા દેઓલ યુકેની રહેવાસી છે અને લગ્ન પહેલા તેમને લિન્ડા દેઓલ તરીકે ઓળખવામાં આવતી હતી. પૂજાને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ છે, અને તે ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે.