અભિનેત્રી સ્વરા ભાસ્કરે આપ્યા ખુશખબર, લગ્નના ત્રણ મહિના બાદ બની પ્રેગ્નન્ટ
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ત્રણ મહિના પહેલા સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી ફેન્સ અભિનેત્રીના સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા. અભિનેત્રી સ્વરા ભાસ્કરે હવે ફેન્સ માટે વધુ એક ખુશખબર આપી છે.
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. બીજી તરફ સ્વરાએ આ ખુશખબર શેર કરતાની સાથે જ ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે.
સ્વરાએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
સ્વરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર સાથે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. ફોટામાં સ્વરા તેના પતિ ફહાદ સાથે જોવા મળી રહી છે. તેણે પિંક કલરનો આઉટફિટ પહેર્યો છે જેમાં તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
Sometimes all your prayers are answered all together! Blessed, grateful, excited (and clueless! ) as we step into a whole new world! ????❤️✨???????? @FahadZirarAhmad #comingsoon #Family #Newarrival #gratitude #OctoberBaby pic.twitter.com/Zfa5atSGRk
— Swara Bhasker (@ReallySwara) June 6, 2023
તસવીર શેર કરતાં અભિનેત્રીએ તેને કેપ્શન આપ્યું, “ક્યારેક તમારી બધી પ્રાર્થનાઓ એક સાથે જવાબ આપવામાં આવે છે! જ્યારે આપણે સંપૂર્ણ નવી દુનિયામાં પ્રવેશ કરીએ છીએ!” આશીર્વાદ, આનંદ, કૃતજ્ઞતા…
સ્વરા ભાસ્કરે તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરતાની સાથે જ તેને તમામ સેલેબ્સ અને ફેન્સ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્વરા ભાસ્કરે સપા નેતા ફહાદ અહેમદ સાથે તેના પ્રથમ કોર્ટ મેરેજ કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી સ્વરા અને અહેમદે માર્ચમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. અભિનેત્રીએ તેની હલ્દી રસમ, મહેંદી, સંગીત અને લગ્નથી લઈને રિસેપ્શન સુધીની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદત્તા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.