Taapsee Pannu ની માંગમાં સિંદૂર, બોયફ્રેન્ડ સાથે ગૂપચૂપ કરી લીધા લગ્ન
Taapsee Pannu : બોલિવૂડની જાણીતી અભિનેત્રી તાપસી પન્નુએ તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે 23 માર્ચે લગ્ન કર્યા હતા. Taapsee Pannu ના બોયફ્રેન્ડ મેથિયાસ બો એ હોળીના તહેવાર પર તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી. થોડા સમય પછી તાપસી પન્નુ અને મેથિયાસ બોના લગ્નના સમાચાર સામે આવ્યા.
તાપસી પન્નુના બોયફ્રેન્ડ મેથિયાસ બોએ એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેના ચહેરા પર લાલ રંગ લગાવવામાં આવ્યો હતો. ગ્રે રંગનું ટી-શર્ટ પહેરીને તે એક મોટી દિવાલ પર ઘડિયાળની સામે ઉભો જોવા મળે છે, બેડમિન્ટન ખેલાડીએ તેના ફોટા સાથે કેપશન માં લખ્યું, “હેપ્પી હોળી”.
Taapsee Pannu એ ગુપચુપ કર્યા લગ્ન
તાપસી પન્નુ અને તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો ના ઉદયપુરમાં લગ્ન થવા હોવાની ઘણી ચર્ચા છે. તાપસી પન્નુ અને મથિયાસે લગ્નમાં માત્ર તેમના નજીકના લોકોને જ આમંત્રણ આપ્યું હતું.
અને એવું કહેવાય છે કે તેઓએ ખ્રિસ્તી પરંપરાઓ અને શીખ રિવાજો મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના આ સમાચારો વચ્ચે બંનેએ સોમવારે 25 માર્ચે તેમના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી.
Taapsee Pannu અને મેથિયાસની હોળીની ઉજવણી
તાપસી પન્નુ સાથે જોવા મળેલા અભિલાષ થપલિયાલે 25 માર્ચે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોળીની તસવીર શેર કરી હતી. તેના સિવાય, તાપસી, તાપસી પન્નુનો બોયફ્રેન્ડ મથિયાસ બો અને અન્ય કેટલાક ખાસ મિત્રો પણ તસવીરમાં જોવા મળે છે.
તાપસી પન્નુના કપાળમાં સિંદૂર!
તાપસી પન્નુની આ હોળીની તસવીરો પર લોકોએ ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. આ તસવીરોમાં તાપસીની માંગમાં લાલ કલર બતાવે છે. આનાથી કલાકારોમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે તાપસીની માંગ કોણે પૂરી છે, એકે પૂછ્યું.
તાપસી મેડમના લગ્ન થઈ ગયા છે, અમને તો આજે ખબર પડી, એકે કહ્યું, મેથિયાસે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર હોળીની શુભેચ્છા પાઠવતા એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં કેપશન માં ‘હેપી હોળી’ લખ્યું હતું..
View this post on Instagram
બોલિવૂડમાંથી આ સ્ટાર્સની હાજરી
તાપસી પન્નુના તેના બોયફ્રેન્ડ સાથે ચોરી છુપીથી કરેલા લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત અન્ય બીજા ઘણા કલાકારોએ પણ હાજરી આપી હતી. આ ગેસ્ટ લિસ્ટમાં માત્ર બોલિવૂડ એક્ટર અનુરાગ કશ્યપ અને પાવેલ ગુલાટી સામેલ છે.
તાપસી પન્નુએ ઉદયપુરમાં પોતાના લગ્ન કર્યા છે. તાપસી પન્નુના પ્રી-વેડિંગની શરૂઆત 20 માર્ચથી શરુ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયાને પણ તાપસી પન્નુના લગ્નની જાણકારી નહોતી.
2023 ના વર્ષે તાપસી પન્નુએ એક ફંક્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તાપસીને લગ્ન વિશે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
તે સમયે તાપસીએ કહ્યું હતું કે, “હું હજી ગર્ભવતી નથી, તેથી મને કોઈ ઉતાવળ નથી.” પણ જ્યારે હું લગ્ન કરીશ ત્યારે તમને લોકોને બધી જાણકારી આપીશ. અને એમ પણ કહ્યું કે બાળકોને જન્મ આપ્યા પછી જ હું લગ્ન કરીશ.
તાપસી અને મેથિયાસ બોની પહેલી મુલાકાત
તાપસી પન્નુ અને મથિયાસ બો પહેલી વાર 2013 માં ઈન્ડિયન બેડમિન્ટન લીગમાં મળ્યા હતા. અને થોડી જ વારમાં તેમનું બોન્ડિંગ મજબૂત બની ગયું. ત્યારથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ. સોશિયલ મીડિયા પર કહેવાય છે કે મુલાકાત થઈ એ પહેલેથી જ તેઓ ટ્વિટર પર એકબીજાને ફોલો કરી રહ્યા હતા.
વધુ વાંચો: