શું થયુ Taarak Mehta ના સોઢીને? કેમ કરવા પડ્યા હોસ્પિટલમાં દાખલ?
Taarak Mehta : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ માટે દુઃખદ સમાચાર છે. રોશન સિંહ સોઢીનો રોલ નિભાવનારા ટીવી અભિનેતા ગુરુચરણ સિંહની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુરુચરણ સિંહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર સૂઈને IV ડ્રિપ લેતા જોવા મળે છે. વીડિયોમાં તેમણે કહ્યું કે, “મારી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે.”
ફેન્સ માટે ગુરુચરણનો સંદેશ
વિડિયોમાં Taarak Mehta ના ગુરુચરણ સિંહે જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં તેમની તબિયત વિશે વિગતવાર માહિતી આપશે. સાથે જ તેમણે ફેન્સને ગુરુ પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી.
View this post on Instagram
વીડિયોના કેપ્શનમાં તેમણે ભગવાન પ્રત્યે આભારી ભાવ વ્યક્ત કરતા લખ્યું, “કાલે ગુરુ પર્વે ગુરુ સાહેબ જીએ મને નવું જીવન બક્ષ્યું છે. ગુરુ સાહેબ જીનો અનંત ધન્યવાદ છે. ગુરુ સાહેબના આશીર્વાદથી આજે હું તમારી સામે જીવી રહ્યો છું. બધા ફેન્સનો આભાર.”
ફેન્સમાં ચિંતાનો માહોલ
વિડિયો જોનારા ફેન્સ તેમના આરોગ્યને લઈને ખૂબ ચિંતિત છે. ઘણી લોકોએ કમેન્ટ કરીને પૂછ્યું કે, “તમને શું થયું છે?” અને “આટલી ખરાબ તબિયત શા માટે થઈ?” તે વીડિયોમાં એકદમ પાતળા દેખાઈ રહ્યા છે, જે ફેન્સની ચિંતા વધારી રહ્યું છે.
ગુરુચરણ સિંહ પહેલા પણ ચર્ચામાં રહ્યા હતા
તમને જણાવી દઈએ કે 2024માં ગુરુચરણ સિંહ ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેઓ લગભગ એક મહિના સુધી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા.
તેઓ દિલ્હીમાં એક મીટિંગમાં હાજરી આપવા માટે પોતાના ઘેરથી નીકળ્યા હતા અને લાંબા સમય સુધી પાછા ફર્યા ન હતા. આ દરમિયાન તેમના પિતાએ દિલ્હી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જો કે, એક મહિના બાદ તેઓ સલામત પાછા ફર્યા, જેનાથી તેમના ફેન્સને મોટી રાહત મળી હતી.
વધુ વાંચો: