Tarak Mehta ના ટપ્પુ અને બબીતાજી લગ્ન કરવા જઈ રહ્યાં છે, તો જેઠાજી નું શું?
Tarak Mehta : ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરેલા બે સ્ટાર, રાજ અનડકટ અને મુનમુન દત્તા, ફરી એકવાર ચર્ચામાં છે.
અગાઉ આવા અહેવાલો આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે તો એમ પણ કહેવાય છે કે બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. તાજેતરમાં એવી અટકળો પણ ચાલી છે કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
જણાવી દઈએ કે રાજ અનડકટે 2022માં ‘Tarak Mehta કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધો હતો. તે સમયે ટપ્પુના પાત્રમાં તે ખુબ જ લોકપ્રિય થયો હતો. મુનમુન દત્તા, જેઓ બબીતાજીના પાત્રમાં જોવા મળે છે, હજુ પણ શોમાં છે અને તેની અદાકારીને લોકો ખૂબ પસંદ કરે છે.
એક તાજેતરના ઇન્ટરવ્યુમાં રાજ અનડકટે પોતાના લગ્ન વિશે મમ્મીની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, “મારી માતા ઈચ્છે છે કે હું લગ્ન કરું અને તે આ માટે આયોજન કરી રહી છે.”
જ્યારે રાજને મુનમુન દત્તા સાથેની સગાઈની અફવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે આ દાવાને ખોટો ગણાવ્યો અને ખુલ્લા શબ્દોમાં અફવાઓનું ખંડન કર્યું.
મુનમુન અને રાજ બંનેએ એકસાથે આ અફવાઓને નકારી કાઢીને ગુસ્સામાં પ્રતિક્રિયા આપી હતી. રાજ અનડકટે વધુમાં કહ્યું કે, “મુનમુન વિશે હું કોઈ વાત કરવાનું ઇચ્છતો નથી.
મેં ક્યારેય તેના વિશે ખુલ્લેઆમ વાત નથી કરી અને હાલ તો હું મારા કારકિર્દી પર જ ધ્યાન આપી રહ્યો છું. જ્યારે પણ હું મારા જીવનમાં લગ્ન કરીશ, ત્યારે સૌને તેની જાણ થશે.”
ઉલ્લેખનીય છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક સમયથી અનેક વિવાદોમાં ફસાયેલું છે, પરંતુ તે છતાં મુનમુન દત્તા બબીતાજી તરીકે દર્શકોમાં તેની લોકપ્રિયતા જાળવી રાખી છે.