9 લોકોને મોતને ઘાટ ઉતારનારો તથ્ય પટેલ હોસ્પિટલમાંથી બહાર આવતા જ બોલ્યો.. “થાય એ કરી લેજો !”, ચહેરા પર જરાક પણ અફસોસ નથી…
ઇસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતથી આખું ગુજરાત ધમધમી ઉઠ્યું. આ ગોઝારા અકસ્માતમાં 10 પરિવારો ઉજળી ગયા અને તેની પાછળ જવાબદાર હતો 20 વર્ષનો યુવાન તથ્ય પટેલ. જેને મજાક મસ્તી અને લાઉડ મ્યુઝિક વગાડતા વગાડતા પૂર પાટ ઝડપે પોતાની જેગુઆર કાર હંકારી અને એક અકસ્માતને જોવા માટે ઉભા રહેલા ટોળા પર ફેરવી દીધી. આ અકસ્માત કેટલો ગંભીર હતો એતો સામે આવેલા વીડિયોમાં દરેક વ્યક્તિએ જોયું જ છે.
મીડિયા સામે આવ્યો તથ્ય:
ત્યારે અકસ્માત બાદ કાર ચાલક તથ્ય પટેલને લોકોએ મેથીપાક પણ ચખાડ્યો હતો. જેના બાદ તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી અને હોસ્પિટલની બહાર આવતા જ જાણે તેના મનમાં આ અકસ્માત સર્જવાની કોઈ ગિલ્ટી એટલે કે અફસોસ ના હોય તેમ સ્ટાઇલમાં મીડિયા સામે આવ્યો. ત્યારે આ સમગ્ર ઘટનાને ગુજરાત ફર્સ્ટ દ્વારા કેદ કરવામાં આવી અને હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તથ્ય શું બોલ્યો તેના વિશે પણ વાત કરી હતી.
તથ્ય બોલ્યો, “તમારાથી થાય એ કરી લો !”:
ગુજરાત ફર્સ્ટ મીડિયા દ્વારા દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેમના રિપોર્ટર જયેશ ચૌધરી જણાવી રહ્યા છે કે “જયારે આરોપીને મીડિયા સમક્ષ બતાવવામાં આવ્યો ત્યારે આરોપીએ મીડિયા સમક્ષ એવું કહ્યું કે “તમારાથી થાય એ કરી લો !” આ કેટલી શરમજનક બાબત છે, આટલી મોટી ઘટના બની છે, ગુજરાતના તમામ લોકોમાં રોષ છે. નવ-નવ પરિવારો બરબાદ થઇ ગયા છે અને જયારે મીડિયાની સમક્ષ આરોપીને બતાવવામાં આવે છે ત્યારે તે કેમેરાની સામે જ “તમારાથી થાય એ કરી લો” એમ કહે છે.
નવ પરિવારને બરબાદ કર્યો:
રિપોર્ટર એમ પણ કહી રહ્યા છે કે, “આ તમારાથી થાય એ કરી લો શબ્દ તેના મગજની અંદર શું ચાલી રહ્યું છે, તે બતાવે છે. થોડી તો માનવતા હોવી જોઈએ તેની અંદર, જયારે પોતાનાથી આવી ઘટના બને છે, 9-9 લોકોના મોત થાય છે, તો માણસને રાત્રે ઊંઘ ના આવે. એક સહેજ પણ પસ્તાવો હોવો જોઈએ માણસને, સહેજ અંદરથી એવું થવું જોઈએ માણસને કે મારાથી આ શું થઇ ગયું ? લોકો આખું જીવનભર આવી ઘટનાઓ માણસ પટલમાંથી ભૂલી નથી શકતા, અને આરોપી જેને નવ-નવ લોકોના પરિવાર બરબાદ કરી દીધા, એ મીડિયાની સમક્ષ એવું કહે છે, કે તમારાથી જે થાય એ કરી લો..”
પૈસાના પાવરનું જોર?:
આ ઉપરાંત વીડિયોમાં તેના પિતા વિશે પણ વાત કરવામાં આવે છે કે પિતાનો પણ ગુનાહિત ઇતિહાસ છે, ત્યારે રિપોર્ટર એમ પણ કહે છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા, તથ્યનું આ બોલવું જ તેના પરિવારના સંસ્કારો બતાવે છે. રિપોર્ટર એમ પણ કહે છે કે તેના પિતા જેમ પૈસાના પાવરથી જેલમાંથી છૂટી ગયા એમ દીકરાને પણ એવું હશે કે તે પૈસાના પાવરથી છૂટી જશે અને એટેલ જ તે મીડિયા સામે આવતા આવું નિવેદન આપે છે.