google-site-verification: googlec8654436f05b508b.html

Amitabh Bachchan ના ઘરની કમાન કોના હાથમાં છે? પોતે કર્યો મોટો ખુલાસો

Amitabh Bachchan ના ઘરની કમાન કોના હાથમાં છે? પોતે કર્યો મોટો ખુલાસો

Amitabh Bachchan : અમિતાભ બચ્ચનનો પ્રસિદ્ધ શો ‘કૌન બનેગા કરોડપતિ 16’ ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. આ શો માત્ર સ્પર્ધકોને જ્ઞાનમાં વધારો કરાવતો નથી, પરંતુ તેમને પ્રેરણા પણ આપે છે.

શોના હોસ્ટ Amitabh Bachchan હંમેશા હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકોને પ્રશ્નો પૂછતા હોય છે, પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય છે કે જ્યારે સ્પર્ધકો જ તેમને પ્રશ્નો પૂછવા માંડે છે.

ગઈકાલે પણ એવું જ બન્યું, જ્યારે છત્તીસગઢના બિલાસપુરથી આવેલા સ્પર્ધક અનુરાગ ચૌરસિયાએ અમિતાભ બચ્ચનને કેટલીક વ્યક્તિગત વાતો વિશે પ્રશ્નો પૂછ્યા, જેના અમિતાભ બચ્ચને ચતુરાઈભર્યા જવાબ આપ્યા.

ઘરનો રાજા કોણ?

અનુરાગ ચૌરસિયા કે જે KBC ના સેટ પર સ્પર્ધક તરીકે આવ્યા હતા, તેમણે પોતાના જ્ઞાનથી બધાને પ્રભાવિત કર્યા અને સાથે જ અમિતાભ બચ્ચનને એક રસપ્રદ પ્રશ્ન પૂછ્યો.

Amitabh Bachchan
Amitabh Bachchan

અનુરાગે પૂછ્યું કે “તમે ઈન્ડસ્ટ્રીના બાદશાહ છો, પરંતુ તમારા ઘરનો રાજા કોણ છે?” અમિતાભ બચ્ચને ક્ષણ ભર પણ વિચાર્યા વિના હળવા મિજાજ સાથે જવાબ આપ્યો કે તેમના ઘરના રાજા છે – જયા બચ્ચન. આ જવાબ સાંભળીને સમગ્ર સેટ પર હાસ્ય છવાઈ ગયું.

બિગ બીના રહસ્યો ખુલ્યાં

KBC ના સેટ પર બિગ બીના કેટલાક રહસ્યો અનુરાગ ચૌરસિયાના પ્રશ્નોથી ખુલ્યાં, જે અત્યાર સુધી કોઈ જાણતું ન હતું. અમિતાભ બચ્ચનએ ખુલાસો કર્યો કે જ્યારે પણ તેઓ કોઈ નવા ગેજેટ ખરીદે છે, ત્યારે તે પહેલાથી જ પોતાના પૌત્રો અને પુત્ર અભિષેક બચ્ચનની સલાહ લે છે.

 

 

તેમણે મજાકમાં કહ્યું કે તેમને ટેક્નોલોજી વિશે ખાસ ખબર નથી. જ્યારે પુત્ર અને પૌત્રો તેમને પૂછે કે તેઓ આ બધું કેમ નથી જાણતા, તો બિગ બી હસતા હસતા જવાબ આપે છે કે તેઓ હવે વૃદ્ધ થઈ ગયા છે.

અનુરાગ ચૌરસિયાએ જીત્યા 25 લાખ

અનુરાગ ચૌરસિયાએ રમતમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 50 લાખના પ્રશ્ન સુધી પહોંચી ગયા. જોકે, ત્યાં સુધી પહોંચતા પહેલા તેમણે બે લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો.

અંતે ફક્ત એક લાઈફલાઈન, ડબલ ડીપ, બાકી હતી, પરંતુ અનુરાગએ તેનો ઉપયોગ કરવાનું જોખમ લીધું નહીં. જો કે, આ સાવધાનીના કારણે તેમણે 50 લાખનો પ્રશ્ન છોડીને 25 લાખ જીતીને સન્માનપૂર્વક ઘરે પરત ફરવાનું પસંદ કર્યું.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *