ખુબ જ સુંદર છે “રામાયણ” ની ‘સીતા’ ની દીકરીઓ, બિઝનેસમેન સાથે કર્યા છે લગ્ન, જુઓ પરિવાર સાથેનાં ફોટા
રામાનંદ સાગરની ધારાવાહિક રામાયણમાં માતા સીતા નું કીરદાર નિભાવીને દીપીકા ચીખલીયા ખૂબ જ મશહૂર થઈ ગયેલી હતી. ૨૫ એપ્રિલ, ૧૯૬૫નાં રોજ મુંબઈમાં જન્મેલી દીપીકા રામાયણ ધારાવાહિક સમયે અંદાજે ૨૩ વર્ષની હતી. તેમનો અભિનય લોકોને આજે પણ ખૂબ જ સારી રીતે યાદ છે.
દીપિકાએ પોતાના શ્રેષ્ઠ કામથી દરેક લોકોના દિલ જીત લીધા હતા. તેમણે ધારાવાહિકની સાથોસાથ મોટા પડદા ઉપર પણ કામ કરેલું છે. તેમને દર્શકોએ માતા સીતાનાં રૂપમાં ખૂબ જ પસંદ કરેલા હતા. પરંતુ શું તમે પડદા ઉપર ભગવાન શ્રીરામના પત્ની નાં કિરદારમાં નજર આવવા વાળી દીપીકા ચીખલીયા નાં અસલી પરિવાર વિશે જાણો છો. ચાલો આજે અમે તમને દીપિકાના પરિવાર સાથે મુલાકાત કરાવીએ.
૫૮ વર્ષીય દીપિકાએ રામાયણની સાથો સાથ ઘણી બૉલીવુડ ફિલ્મમાં પણ કામ કરેલું છે. વળી તેમના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો અભિનેત્રીએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કરેલા હતા. દીપિકાના પતિ એક બિઝનેસમેન છે. હેમંત અને દીપિકાના લગ્ન ૧૯૯૧માં થયા હતા. લગ્ન બાદ બંને બે દીકરીઓના માતા-પિતા બન્યા હતા.
દીપીકા પોતાના પતિ અને દીકરીઓની સાથે એક ખુશહાલ જીવન જીવી રહેલ છે. દીપિકાની બંને દીકરીઓ પણ પોતાની માં ની જેમ સુંદર નજર આવે છે. જણાવી દઈએ કે દીપિકા અને હેમંતની દીકરીઓના નામ નિધિ ટોપીવાલા અને જુહી ટોપીવાલા છે.
દીપિકાની ઉંમર ૫૮ વર્ષ છે, પરંતુ આ ઉંમરમાં પણ તે ગજબની સુંદર દેખાઈ રહેલ છે. તેમની દીકરીઓ પણ પોતાની માં જેવી જ સુંદર દેખાઈ રહેલ છે. સુંદરતાની બાબતમાં દીપિકા પોતાની યુવાન દીકરીઓને પણ જોરદાર ટક્કર આપે છે.
આ ફોટો મધર્સ-ડે નાં અવસર પર નો છે. આ ફોટામાં દીપિકા પોતાની બંને લાડલી દીકરીઓની સાથે નજર આવી રહી છે. તેમને તેમની બંને દીકરીઓએ મધર્સ-ડે ની શુભકામનાઓ આપેલી હતી.
હાલમાં જ દીપિકા ચીખલીયા નો જન્મદિવસ હતો. તેઓ ૨૯ એપ્રિલનાં રોજ ૫૮ વર્ષનાં થઈ ગયા છે. તેમણે પોતાનો જન્મદિવસ બંને દીકરીઓ અને હેમંતની સાથે ઉજવ્યો હતો. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમણે કેપ્શન માં લખ્યું હતું કે, “ગુડ મોર્નિંગ મારા ફેન્સ મારા જન્મદિવસ પર બસ એક ઝલક તમને બધાને મારા તરફથી પ્રેમ ભરેલી શુભકામનાઓ માટે ખૂબ ખૂબ ધન્યવાદ.”
દીપિકાની બંને દીકરીઓ અભિનયની દુનિયામાં આવવા માંગતી નથી. જોકે તેમની દીકરી નિધિ એક મેકઅપ આર્ટિસ્ટ છે. જણાવી દઈએ કે નિધિ અમુક હદ સુધી પોતાની માં જેવી નજર આવે છે. તેનો ચહેરો પણ લગભગ પોતાની માં સાથે મળતો નજર આવે છે. વળી દીપિકાની બીજી દીકરી જૂહી ટોપીવાલા વિશે વધારે જાણકારી ઉપલબ્ધ નથી. જુહી સોશિયલ મીડિયા ઉપર પણ સક્રિય નથી. તે લાઈમલાઈટ માં રહેવાનું પસંદ કરતી નથી.