લીલા નેજાધારી રણુજાના રાજા એવા રામદેવ પીરનો મહિમા અપરંપાર છે, બજુડ ગામે આજે પણ દર્શને આવતા નિઃસંતાન દંપતીને ઘરે રામદેવપીરના આશીર્વાદથી પારણાં બંધાય છે.
આપણા ગુજરાતમાં નાના મોટા હજારો-લાખો મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોમાં દેવી-દેવતાઓ હાજરા હજુર બિરાજમાન છે. અહીંયા મંદિરમાં રોજે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે આજે એક એવા જ મંદિર વિષે જાણીએ જે રામદેવપીરનું છે.
આ મંદિર ભાવનગરના ઉમરાડા તાલુકાના બજુડ ગામે આવેલું છે.આ મંદિરમાં જે દર્શન રામદેવપીરની મૂર્તિના દર્શન થાય છે એવા જ દર્શન પીપળી ગામમાં થાય છે. બજુડ ગામે પીપળી ગામેથી લાવેલી અંખડ જ્યોતના દર્શન થાય છે.
આજથી ૬૦૦ વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સાવંત ૧૪૦૯ ને ભાદરવા સુદ બીજને દિવસે રામદેવપીર મહારાજનો જન્મ થયો હતો.આજે ભગવાન રામદેવપીરના દર્શને ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને તેથી જ રાજસ્થાન અને ગુજરાતમાં રામદેવપીરના મંદિરો વધારે જોવા મળે છે.
આ મંદિરની પહેલા એક નાની ડેરી જ હતી અને પછી ત્યાં મંદિર બનાવ્યું હતું. તેના પછી ધીમે ધીમે મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું. અહીંયા રામદેવપીરના દર્શને આવતા બધા જ ભક્તોની મનોકામનાઓ પુરી થાય છે.
અહીંયા ભક્તો દૂધની પ્રસાદી પણ ચડાવે છે અને તેમાં પણ મહત્વની વાત તો એ છે કે આજ દિન સુધી આ દૂધ કોઈ દિવસે બગડ્યું નથી એટલે આજે પણ રામદેવપીર મહારાજ પરચા પૂરતા રહે છે. અહીંયા દર્શન માત્રથી જ નિઃસંતાન દંપતીઓને ઘરે પણ પારણાં બંધાય છે. સાથે દરેકે દરકે ભક્તોની બધી જ મનોકામનાઓ રામદેવપીરના આશીર્વાદથી પુરી થાય છે.