આ યુવકના ઘણા સમયથી પૈસા અટવાયેલા હતા અને ત્યારે તેને માં મોગલને યાદ કરી અને તેનું કામ થતાં તે કબરાઉ ધામ આવ્યો અને પછી કર્યું એવું કે…
માતાજી મોગલ ના પરચા વિશે તો આપણે બધાએ સાંભળ્યું જ હશે. ક્યાંથી દુનિયાનો અંત આવે છે ત્યાંથી તો માતાજી મોગલ ની શરૂઆત થાય છે અને માતાજી મોગલ નો મહિમા પણ અપરંપાર કહેવાય છે. માતાજી મોગલ ને તો અઢારે વરણ ની મા કહેવાય છે ને માતાજીના પરચા ની વાત કરવામાં આવે તો તેના પરચા અપરંપાર છે. જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે માતાજી હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરતી હોય છે.
જ્યારે પણ તમારા જીવનમાં દુઃખ આવે ત્યારે સાચા ભાવથી સાચી શ્રદ્ધાથી માતાજી મોગલ ને એકવાર યાદ કરજો અને માતાજી તમારું કામ ના કરે તો અમને કહેજો. સાચા દિલથી જો માતાજી મોગલ ને માનીએ તો આપણું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિવસ સુધી માતાજી મોગલ એ હજારોને લાખો ભક્તોને પોતાના પરચા આપ્યા છે ને આજે પણ માતાજી મોગલ ના પરચા વિશે સાંભળીએ તો આપણે પણ ધન્ય થઈ જઈએ છીએ.
આજે આપણે એવા જ કિસ્સા વિશે સાંભળ્યા છે જેમાં યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે કચ્છ આવેલા કબરાઉ મોગલ ધામ આવી પહોંચ્યો હતો. મોગલ ધામ આવીને માતાજી મોગલ ના સાચા ભાવથી આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ મણીધર બાપુ પાસે પહોંચ્યા હતા.યોગ્ય પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉધામ આવી પહોંચ્યો છે તેવી બાપુને જણાવ્યું હતું.
5000 રૂપિયા રોકડા લઈને મોગલ ધામ મંદિરે પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો અને ત્યારે તેને મણીધર બાપુના આશીર્વાદ પણ લીધા અને બાપુએ પૂછ્યું કે બેટા તારે શેની માનતા છે ત્યારે તેને જણાવ્યું કે મારા ઘણા સમયથી પૈસા અટવાયા હતા ને તેનો નિકાલ થતો ન હતો તે માટે મેં માતાજીને યાદ કરીને માતાજી એ મારું કામ કર્યું છે.
યુવકે આપેલા પૈસામાંથી મણીધર બાપુએ પોતાના ખિસ્સામાંથી એક રૂપિયો ઉમેરીને જે યુવકને પૈસા પરત આપ્યા હતા અને કહ્યું હતું કે માતાજી એ તારી સોગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તારી દીકરી ને આપી દેજે. માતાજી મોગલ નો કોઈ ચમત્કાર નથી પણ તેના પર રાખવામાં આવેલો તારો વિશ્વાસ છે ને તેનાથી આ કામ થયું છે. માતાજી કોઈ દાન કે ભેટની ભૂખી નથી માતાજી માત્ર ભાવની ભૂખી છે.