Priyanka Chopra એ પહેરેલા હારની કિંમતમાં આવી જાય સાત ‘Lamborghini’
Priyanka Chopra : પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન ધામધૂમથી યોજાયા, જેમાં એક્ટ્રેસે પણ ભારે ધમાલ મચાવી. દેશી ગર્લે સોશિયલ મીડિયા પર પોતાના ભાઈના લગ્નના સુંદર ફોટા શેર કર્યા.
જેમાં તે પોતાના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી. આ ખાસ પ્રસંગ માટે પ્રિયંકાએ ટર્કોઈઝ બ્લૂ કલરના લહેંગા પસંદ કર્યા હતા, જેમાં તે ખુબ જ દિલકશ લાગી રહી હતી.
Priyanka Chopra એ તેના ભાઈ સાથે સ્ટાઈલિશ એન્ટ્રી કરી અને તેના લૂકથી બધાનું ધ્યાન ખેંચી લીધું. ગળામાં પહેરેલા હારની વાત કરીએ તો, તેની કિંમત આશરે 70 કરોડ રૂપિયા છે. આ હાર ખાસ પન્ના અને મોતીથી સજાવવામાં આવ્યો છે, જે તેના રોયલ લુકને સંપૂર્ણ બનાવે છે.
પ્રિયંકાનો સ્ટનિંગ લહેંગા
પ્રિયંકા ચોપરાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ ટર્કોઈઝ બ્લૂ અને ટેલ કલરના એમ્બ્રોડરી વર્કવાળા લહેંગાને વન-શોલ્ડર બ્લાઉઝ સાથે પેર કર્યો હતો. આ સાથે, એક્ટ્રેસે ડબલ શેડનો દુપટ્ટો કેરી કર્યો, જે તેના લુકમાં વધુ ગ્રેસ ઉમેરતો હતો. ઝરી વર્કથી સજાયેલા આ લહેંગા સાથે ઓપલ જ્વેલરી પહેરી, જે તેની એથનિક સ્ટાઈલને પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ આપી રહ્યો હતો.
ખાસ નેકલેસ સાથે લક્ઝરી લુક
પ્રિયંકાએ પોતાના લુકને વધુ ગ્રેસફુલ બનાવવા માટે 70 કરોડ રૂપિયાનો Bvlgari નેકલેસ પહેર્યો. Bvlgari Eden: The Garden of Wonders હાઈ-જ્વેલરી એમેરાલ્ડ વિનસ નેકલેસમાં 19.30 કેરેટનો કોલંબિયન પન્નો છે, જે તેને શાનદાર બનાવે છે. તેમજ, 130.77 કેરેટના એમેરોલ્ડ બીડ્સ દ્વારા તેને ફિનિશ કરવામાં આવ્યો છે, જેનાથી પ્રિયંકાનો લુક વધુ ગ્લેમરસ બન્યો.
મહેંદી અને હલ્દી ફંક્શન માટે પ્રિયંકાના લુક્સ
પ્રિયંકા ચોપરાએ હલ્દી માટે યેલો લેસ વર્ક લહેંગા અને ટૂંકી સ્ટ્રેપી કુર્તી પસંદ કરી. મહેંદી સેરેમની માટે, તેણે ઓફ-શોલ્ડર ફ્લોરલ ગાઉન પહેર્યો, જ્યારે સંગીત નાઈટમાં બ્લેક ગ્લિટર ફિટેડ લહેંગા પસંદ કર્યો, જે તેણે ડાયમંડ જ્વેલરી સાથે કેરી કર્યો હતો.
પ્રિયંકાની આગામી ફિલ્મ
પ્રિયંકા ચોપરાએ હોલીવુડમાં પોતાનું મક્કમ સ્થાન બનાવ્યું છે, અને હવે ફેન્સ ઇચ્છે છે કે તે ફરી એકવાર બોલીવુડમાં કમબેક કરે. દેશી ગર્લના કહેવા અનુસાર, તે નવી સ્ક્રિપ્ટ્સ જોઈ રહી છે અને જલદી કોઈ પ્રોજેક્ટની જાહેરાત કરી શકે છે. હાલમાં, Citadel સીઝન 2ની રાહ જોવાઈ રહી છે, જે તે માટે ખૂબ જ મહત્વની વેબ સિરીઝ છે.
વધુ વાંચો: