ઈંટોથી બનેલા કાચા ઘરમાં રહેતા દીકરાએ IAS બનીને પોતાની વિધવા માતાની જીવનભરની મહેનતને સાર્થક કરી, જુઓ આજે માતાની આંખોમાં ખુશીના આંસુ સમાતા નથી
માતા પિતા આખું જીવન પોતાના બાળકો માટે મહેનત કરે છે. આજે અમે તમને એક એવા દીકરા વિષે જણાવીશું કે જેને મેહનત કરીને આજે પોતાની વિધવા માતાનું નામ રોશન કર્યું. દીકરાએ IAS બનીને પોતાની વિધવા માતાની જીવનભરની મહેનતને સાર્થક કરી.
યુવકનું નામ વિશાલ છે. વિશલ મુઝફ્ફરપૂર ના એક નાના ગામનો રહેવાસી છે. ૮ વર્ષ પહેલા જ તેના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું.પિતાના મૃત્યુ પછી વિશાલની માતાએ ખુબજ તકલીફો વેઠીને પોતાના દીકરાને ભણાવ્યો છે.
તેમની પાસે રહેવા માટે પાકું મકાન પણ નથી. પરિવાર ઈંટોથી બનેલા કાચા ઘરમાં રહેતો હતો. માતાની આવી તકલીફ જોઈને વિશાલે નક્કી કરી દીધું હતું કે તે કઈ એવું મોટું મુકામ હાસિલ કરશે કે તેની માતાને આવી મજૂરી નહિ કરવી પડે.
તેને ખુબજ મહેનતથી એન્જિનિયરનો અભ્યાસ પૂરો કર્યો અને પછી સારી નોકરી પણ મળી ગઈ પણ નોકરીમાં મનના લગતા વિશાલે નક્કી કર્યું કે તે નોકરી છોડીને UPSC ની તૈયારી કરશે. માતાએ કહ્યું તારે જે કરવું હોય તે કર અને UPSC પાસ કરવા માટે તેને દિવસ રાત એક કરી દીધો અને ગઈકાલે જયારે UPSC નું રિજલ્ટ આવ્યું.
ત્યારે વિશાલનું નામ તેમાં હતું અને તેને સૌથી પહેલા પોતાની માતાને ફોન કર્યો કે મેં UPSC પાસ કરી દીધી છે અને હું IAS બની ગયો. આ વાત સાંભળીને માતાની આંખો માંથી આંસુ આવી ગયા. આજે વિશાલના ઘરે ખુશીઓ છવાઈ ગઈ છે. કારણ કે વર્ષોથી છવાયેલા દુઃખનો હવે અંત આવ્યો છે. દીકરાએ પોતાની વિધવા માતાની મહેનતને સાર્થક કરી.