ગુજરાતમાં એક એવું ગણપતિ મંદિર આવેલું છે કે જ્યાં લોકો પોતાની મનોકામના ટપાલ દ્વારા મોકલે છે..! અને ગણપતિ દાદા બધા જ ભક્તોની મનોકામના પૂરી કરે છે…
આજે અમે તમને ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઢાંક ગામમાં આવેલું 5000 વર્ષ જૂનું ગણપતિ મંદિર વિશે જણાવીશું. જ્યાં સાક્ષાત સ્વયંભુ ગણેશ બિરાજમાન છે. જેથી આ મંદિરની મહિમા અપરંપાર છે. આ ગણપતિ મંદિરની એક અનોખી કહાની છે. જેમાં ગણપતિ દાદા ને તેના ભક્તો ટપાલ દ્વારા પોતાની મનોકામના કહે છે, અને ગણપતિ દાદા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તેથી જ ભક્તો દેશ વિદેશમાંથી આ મંદિરે આવે છે.
ભક્તો પોતાની મનોકામના ટપાલમાં લખીને તે ટપાલ પોસ્ટ કરે છે તે, ટપાલ મંદિરને ટ્રસ્ટને મોકલાવે છે. જે ભક્તો દ્વારા ટપાલ લખવામાં આવી છે. તે ટપાલને મંદિરના પૂજારી ગણપતિ દાદા ને વાંચીને સંભળાવે છે. ટપાલ સાંભળીને ગણપતિ દાદા ભક્તિથી સમસ્યાનું નિવારણ લાવે છે.
તેમની મનોકામના પૂર્ણ કરે છે આ ગણપતિની મંદિરની વિશેષતા ના કારણે તે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે તેથી અહીં દેશ વિદેશમાંથી ભક્તો પોતાની મનોકામના ટપાલ દ્વારા ઘણી મોટી સંખ્યામાં મોકલાવે છે.
તેથી મંદિરે રોજની 150 થી પણ વધારે ટપાલો આવે છે આ ટપાલ મંદિરના પૂજારી રોજ નિશ્ચિત કરે છે 27 વર્ષથી આવી રીતે મંદિરની પરંપરા ચાલી આવે છે કહેવાય છે કે પાંડવોએ આ મંદિરમાં ગણપતિ દાદા ની પૂજા કરી હતી.