આ 60 વર્ષની મહિલા છેલ્લા છેલ્લા આઠ વર્ષથી પોતાનું ઘર છોડી વાંદરાઓને પોતાના બાળકોની જેમ પ્રેમ, રોજ નવડાવવાથી લઈને પોતાના હાથે ખવડાવે છે, જુઓ વીડિયો અને તસવીરો
બધા જ લોકો તેમના જીવનમાં કોઈને કોઈ સેવાનું કામ કરતા જ હોય છે અને આ સેવાનું કામ કરીને ખુશ થતા હોય છે. આપણે કેટલાય એવા લોકોને પણ જોયા જ હશે કે જેઓ તેમની આખી જિંદગી પ્રાણીઓની સેવા કરવા પાછળ ખર્ચી દેતા હોય છે.
આજે આપણે એક એવા જ મહિલા વિષે જાણીએ જેઓ છેલ્લા ૮ વર્ષથી તેમનું ઘર છોડીને વાંદરાઓને તેમના દીકરાઓની જેમ જ રાખીને સેવા કરી રહ્યા છે.આજે ઉનાળાની ગરમીમાં તળાવો, નદીઓ અને જળાશયોમાં પાણી સુકાઈ ગયા છે,
એવામાં ખેતર અને જંગલમાં રહેતા પ્રાણીઓને પાણી પીવા માટે મોટી તકલીફો પડતી હોય છે. એવામાં એક મહિલા જેઓએ આઠ વર્ષ પહેલા તેમનું ઘર છોડી દીધું છે અને જંગલમાં જ કુટિર બનાવીને ત્યાં રહી આ પ્રાણીઓની સેવા કરી રહ્યા છે.
બાંદાના કટરામાં રહેતી ૬૦ વર્ષની મહિલા રાની જે આજે સરાહનીય કામ કરી રહ્યા છે. આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી બાગૈ નદીના કાંઠે એક નાનું ઘર બનાવીને રહેતા હતા. એવામાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વાંદરાઓને પાણી માટે ઘણી તકલીફ પડતી હતી એવું વિચારીને આ મહિલા વાંદરાઓની સેવા કરવા માટે ઘરેથી નીકળી ગયા હતા.
ત્યારથી હાલ સુધી રાની આવા વાંદરાઓને તેમના દીકરા માનીને તેમની સેવા કરી રહ્યા છે, આજે રાની એવું પણ કહે છે કે તેઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આ સેવા કરતા જ રહેશે.
આ મહિલાનો પરિવાર કાલિંજરના કટરામાં રહે છે અને તેમના દીકરાઓ આજે તેમને મળવા માટે આવતા જતા રહે છે. આજે વાંદરાઓને પણ તેઓએ નામ આપ્યા છે અને આ નામ સાંભળીને વાંદરાઓ પાણી પીવા માટે આવી જાય છે.