ચંદ્રયાન 3 માં જામનગરની આ કંપનીનું છે મોટું યોગદાન, રોકેટના મુખ્ય ભાગ બનાવ્યા છે, જુઓ…

ચંદ્રયાન 3 માં જામનગરની આ કંપનીનું છે મોટું યોગદાન, રોકેટના મુખ્ય ભાગ બનાવ્યા છે, જુઓ…

હાલમાં આખા ભારતમાં લોકોની નજર ચંદ્રયાન પર છે કેમકે હવે ચંદ્ર પર લેન્ડિંગ થવાના થોડાકાજ કલાકો બાકી છે ત્યારે આ ચંદ્રયાન 3 માં જે રોકેટનો મુખ્ય ભાગ બનાવવામાં આવ્યો છે, તે મશીન જામનગરની એન્જિનિયર કંપનીએ બનાવ્યું છે જેણે જામનગરનું ગૌરવ વધાર્યું છે.

જામનગરમાં 6 થી 7 મહિનામાં 3 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મશીનને 8 જુદા જુદા ટ્રકોમાં લઈ જવામાં આવ્યો હતો અને પછી તેને ભેગું કરીને રોકેટનું મેઇન ભાગ બનાવવામાં આવ્યો હતો.

ભારતભરમાં જ્યારે ચંદ્રયાન- 3ના સફળ લોન્ચિંગ અને તેની સફળતા માટે પ્રાર્થનાઓ થઈ રહી છે. ત્યારે આ મીશન માટે જામનગરની એન્જિનિયરિંગ કંપની ગીતા એન્જિનિયરિંગ એ મોટું યોગદાન આપ્યું છે રોકેટનો મુખ્ય ભાગ જે છે તેના પાર્ટ્સ બનાવવા માટેનું મશીન જામનગરના ગીતા એન્જિનિયરિંગ કંપનીએ બનાવ્યો છે.

આ બનાવવા માટે તેમને 6થી 8 મહિના લાગ્યા હતા તેમ જ દિવસ રાત 25થી 30 માણસો આના માટે કામે લાગ્યા હતા અત્યંત આધુનિક અને સંપૂર્ણપણે કોમ્પ્યુટર સંચાલિત આ મશીન બનીને તૈયાર થયું તેઓએ મશીનને ત્યાં ભેગું કરી રોકેટનું મુખ્ય ભાગ બનાવી ચંદ્રયાન મિશનમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *