સલામ છે આ દાદાને! પોરબંદરના આ દાદા છેલ્લા 40 વર્ષથી કોઈની પાસે એક પણ રૂપિયો લીધા વગર, લોકોના હાથ-પગ અને પેટના દુખાવા દૂર કરે છે…
આજે લોકો પૈસાની પાછળ એવી રીતે ભાગી રહયા છે કે લોકોને એક બીજાને બોલવાનો પણ સમય નથી. તો મદદ કરવાની વાત તો બાજુમાં રહી. પણ તમે એ વાત તો સાંભળી હશે કે ગામડાના લોકો બહુ જ માયાળુ હોય છે. પોતાનું કામ મૂકીને પણ નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરવા માટે જતા હોય છે.
આજે અમે તમને એક એવા જ દાદા વિષે જણાવીશું કે જે છેલ્લા ૪૦ વર્ષથી લોકોની નિશ્વાર્થ ભાવે સેવા કરે છે.આ દાદાને લોકો ચનાબાપા તરીકે ઓળખે છે અને ચનાબાપા છેલ્લા ૪૦ વર્ષથી લોકોના હાથ પગ અને પેટના દુખવા દૂર કરે છે.
એ પણ વિના મુલ્યે એકપણ રૂપિયો લીધા વિના છેલ્લા ૪૦ વર્ષથી નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે. ચનાબાપા પાસે એવી કોઠાસુજ છે કે તેમને જાણકારી મળી જાય છે કે વ્યકતિને ક્યાં તકલીફ છે.
અને એને અનુરૂપ લોકોની સારવાર કરે છે. બાજુ બાજુના ગામના અને દૂર દૂરથી પણ લોકો ચનાબાપા પાસે પોતાની સારવાર કરાવવા માટે આવે છે. આ દાદા પોરબંદરના એક નાના ગામમાં રહે છે. તે છેલ્લા ૪૦ વર્ષથી લોકોઆ હાથ પગ અને પેટના દુખાવા દૂર કરીને સમાજ સેવાનું કામ કરે છે.
જયારે ચનાબાપાને ખબર પડે કે તેમના ઘરે કોઈ પોતાની સમસ્યા લઈને આવ્યું છે. તો તે પોતાનું કામ પડતું મૂકીને સારવાર કરવા માટે ઘરે આવી જાય છે અને જલ્દીથી જલ્દી તેમની સારવાર કરીને તેમનું દુઃખ દૂર કરે છે. આજે આવા લોકો ક્યાં જોવા મળે છે.