આ હિરોઇન Salman Khan સાથે ઇશ્ક ફરમાવે છે, બંનેની રોમેન્ટિક તસ્વીર..
Salman Khan : સલમાન ખાન પનવેલનું ફાર્મ હાઉસ ઘણું પ્રખ્યાત છે અને તેની ફેન યુવતીઓ અવારનવાર અહીં આવે છે. હાલમાં જ ભાઈજાન ની નવી ફેન ગર્લની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં સલમાન ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. સલમાન ખાનના ફાર્મ હાઉસ વિશે એવી ઘણી વાતો છે કે ભાઈજાન નું પનવેલ ફાર્મ હાઉસ ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ માટે લકી રહ્યું છે.
સુંદરતા અને અદભૂત અભિનયથી નેશનલ ક્રશ તરીકે જાણીતી રશ્મિકા મંદન્ના, ‘એનિમલ’ અને ‘પુષ્પા’ જેવી સુપરહિટ ફિલ્મો પછી ફરીથી દર્શકોને મંત્રમુગ્ધ કરવા જઈ રહી છે.
હવે રશ્મિકા, સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’માં તેની સાથે રોમાન્સ કરતી નજરે પડશે. આ ફિલ્મ 2025માં રિલીઝ થવાની છે, અને ચાહકોને 2025ની ઈદમાં સલમાન અને રશ્મિકાની અનોખી જોડી જોવાની તક મળશે.
આ ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે, અને પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર રશ્મિકાની એન્ટ્રીની સત્તાવાર ઘોષણા પણ કરી છે.
‘કિક’, ‘જુડવા’, અને ‘મુઝસે શાદી કરોગી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના નિર્માતા સાજિદ નડિયાદવાલા હવે પોતાના ખાસ મિત્ર સલમાન ખાન અને હોટ એક્ટ્રેસ રશ્મિકા મંદન્નાને લઈને ‘સિકંદર’ બનાવી રહ્યા છે.
હજી સુધી ફિલ્મની બાકીની કાસ્ટની જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદોસ દ્વારા કરવામાં આવશે, જે ‘ગજની’ અને ‘હોલિડેઃ અ સોલ્જર ઈઝ નેવર ઑફ ડ્યુટી’ જેવી સફળ ફિલ્મો માટે જાણીતા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન છેલ્લે ‘ટાઈગર 3’માં કેટરિના કૈફ સાથે જોવા મળ્યો હતો. રશ્મિકા મંદન્નાની વાત કરીએ તો, તેણે રણબીર કપૂર સાથે ‘એનિમલ’માં કામ કર્યું હતું. હવે તે ‘કુબેર’, ‘રેનબો’, ‘ધ ગર્લફ્રેન્ડ’ અને સુકુમારની ‘પુષ્પા 2: ધ રૂલ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.