google-site-verification: googlec8654436f05b508b.html

સવા લાખ ટન ગ્રેનાઈટથી નિર્માણ પામેલા આ મહાદેવના મંદિરનો પડછાયો જ નથી, જાણો આ શિવ મંદિર પાછળનું રોચક કારણ

સવા લાખ ટન ગ્રેનાઈટથી નિર્માણ પામેલા આ મહાદેવના મંદિરનો પડછાયો જ નથી, જાણો આ શિવ મંદિર પાછળનું રોચક કારણ

મિત્રો , આપણો દેશ અત્યંત પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે. અહી અનેકવિધ પૌરાણિક સ્થાપત્યો છે જે જે-તે યુગ માં ઘટીત ઘટનાઓ અંગે થી આપણ ને માહિતગાર કરે છે. આ સ્થાપત્યો માં ના અમુક સ્થાપત્યો નાશ પામી ચૂકયા છે તો અમુક હાલ હજુ પણ અડીખમ સ્થિત છે. આ તમામ સ્થાપત્યો આપણાં દેશ ની ગૌરાન્વિન્ત પ્રતિષ્ઠા નું વર્ણન કરે છે. ગ્રીક , હૂણ , શક તથા મુસ્લિમો દ્વારા ઘણાં બધા સ્થાપત્યો નો નાશ કરી નાખવામાં આવ્યાં છે.

આ ઉપરાંત અમુક સ્થાપત્યો ની આપણાં દ્વારા યોગ્ય સાર-સંભાળ ના લેવા ના કારણે પણ નાશ પામ્યા છે. પરંતુ , હાલ આ સ્થાપત્યો મા નું એક સ્થાપત્ય હાલ હજુ પણ દક્ષિણ ભારત માં સ્થિત છે. આ સ્થાપત્ય ના આકાશ ને આંબતા ગુંબજો હાલ હજુ પણ આર્ય સંસ્કૃતિ ની ગુંજ સમગ્ર વિશ્વ માં પ્રસરાવે છે. હાલ આપણે જે વિશેષ સ્થાન ની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે દક્ષિણ ભારત ના , તામિલનાડુ નું એક ભવ્ય શિવ મંદિર.

આ મંદિર ના એક-એક પાષાણ માં હજારો વર્ષ જૂનો ઈતિહાસ છુપાયેલો છે. આ સ્થાન ની વાસ્તુકળા થી લઈને શિલ્પકળા સુધી ની તમામ વસ્તુઓ અનન્ય છે. એન્જિનિયરીંગ ના આ યુગ માં આ સ્થાન એક વિશિષ્ટ દાખલા સ્વરૂપ છે. આ વાત છે તમિલનાડુ ના તાંજોર જીલ્લા માં સ્થિત બૃહદેશ્વર મંદિર ની. આ મંદિર નું નામ તૌ લગભગ બધા એ સાંભળ્યુ જ હશે અને ધણાં લોકો તો આ મંદિર ની મુલાકાત પણ લઈ ચૂકયા હશે.

આ બૃહદેશ્વર મંદિર તેની વિશાળતા , વિશાળતા માં સૂક્ષ્મતા , સૂક્ષ્મતા માં સુંદરતા તથા સુંદરતા માં કલાત્મકતા ધરાવતું હોવાના કારણે સમગ્ર ભારત દેશ માં પ્રચલિત છે. આ ઉપરાંત યુનેસ્કો એ આ દેવસ્થાન ને ‘વર્લ્ડ હેરિટેજ યાદી’ માં સ્થાન આપ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિર નું બાંધકામ એક હજાર વર્ષ જૂનું છે. ઈ.સ. ૧૦૦૪ ના સમયગાળા દરમિયાન આ મંદિર નું નિર્માણકાર્ય શરૂ થયેલું. ચોલ વંશ ના રાજવી રાજારાજ પ્રથમ દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવેલું.

ચોલવંશ જેવો પરાક્રમી પરિવાર હજુ સુધી પણ આપણાં દેશ માં જોવા મળ્યો નથી. તેમની શૌર્ય ગાથાઓ હાલ હજુ પણ અમર છે. ચાલો આ શૂરવીર વંશ વિશે થોડી માહિતી મેળવીએ. એ સમયે ચોલ ના રાજવીઓ પાસે પોતાની ‘રોયલ નેવી’ હતી. તે સમયે આ રાજવીઓ ના રાજદૂતો ગ્રીક દેશો માં નિમાયેલા હતા. રાજા રાજ ચોલા શિવભકત હતા પરંતુ , તેની સાથોસાથ તે બૌદ્ધ-જૈન જેવા અનેક અન્ય હિન્દુ ધર્મો નું પણ સન્માન કરતા. આ જ છે એક સાચા રાજા હોવાનું લક્ષણ.

એવું કહેવાય છે કે રાજા એ ફકત એક જ વર્ષ ના સમયગાળા માં આ ભવ્ય બૃહદેશ્વર મંદિર નું નિર્માણ કરાવડાવ્યું. આ બૃહદેશ્વર મંદિર સંપૂર્ણપણે ગ્રેનાઈટ ના પથ્થરો માંથી નિર્માણ પામેલું છે. આ મંદિર ૨૪૦ મીટર લંબાઈ , ૧૨૨ મીટર પહોળાઈ તથા ૬૬ મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ મંદિર નું સ્વર્ણ ધાતુ માંથી નિર્માણ પામેલું શિખર જે પથ્થર પર સ્થિત છે ફકત તે એક પથ્થર નો વજન ૮૦ ટન જેટલો છે તો હવે સમગ્ર મંદિર વિશે અનુમાન લગાડો!

આ ઉપરાંત એક રહસ્ય ની વાત એ પણ છે કે અહીં આજુબાજુ માં કોઈપણ જગ્યાએ ગ્રેનાઈટ પ્રાપ્ત નથી થતો તથા ભૂતકાળ માં પણ તેના હોવાના કોઈ લક્ષણ નથી દેખાઈ આવી રહ્યા. તો પછી મન માં એક એવા પ્રશ્ન ઉદભવે છે કે , આ મંદિર ના નિર્માણ માટે કોણ આટલા વજનદાર અને વિશાળ પથ્થર અહી લાવ્યું? અને કયાંથી લાવ્યું? આ ઉપરાંત શિખર પર પેલ્લો ૮૦ ટન નો પથ્થર કેવી રીતે મૂકવામાં આવ્યો?

પરંતુ , આ પ્રશ્ન હાલ હજુ પણ પ્રશ્ન જ છે કોઈપણ સંશોધક દ્વારા આનો યોગ્ય ઉકેલ શોધી શકાયો નથી એટલે લોકો તેને શિવજી ની અસીમ કૃપા સમજી ને પોતાના મન ને વાળે છે. આ મંદિર ની સૌથી મહત્વ ની વિશેષતા કોઈ હોય તો તે એ છે કે તેનો પડછાયો જમીન પર પડતો નથી. મિત્રો , આપણે ઘણી વખત આ વાત સાંભળી હશે કે, પડછાયો કયારેય પણ કોઈ નો સાથ છોડતો નથી પરંતુ , અહીં તો પડછાયો દેખાતો જ નથી.

ખરેખર ગજબ ની કારીગરી કરવામાં આવી છે આ મંદિર નુ નિર્માણકાર્ય એટલું ભવ્ય રીતે કરવામાં આવ્યું છે કે જેના કારણે તેનો પડછાયો જમીન પર પડતો જ નથી. આ અદભૂત નિર્માણકાર્ય ધરાવતા દેવસ્થાન માં દેવી-દેવતાઓ ની અવિસ્મરણીય પ્રતિમાઓ ની વચ્ચે પ્રમુખ દ્વાર ની અંદર ની તરફ ચબૂતરા પર પ્રભુ શિવ ના વાહન નંદી ની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત છે. સમગ્ર ભારત માં વિશાળતા ની દ્રષ્ટી એ આ પ્રતિમા બીજો ક્રમાંક ધરાવે છે.

આ નંદી ની પ્રતિમા ૬ : ૨.૬ : ૩.૭ મીટર ની લંબાઈ , પહોળાઈ તથા ઊંચાઈ નો રેશિયો ધરાવે છે. આ મંદિર ના ગર્ભગૃહ માં જે વિશાળ શિવલિંગ છે તે ૮.૭ મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ શિવલીંગ ના દર્શન થતાં જ તમને અંદાજો આવી જશે કે શા માટે આ મંદિર ને ‘બૃહદ’ નામ અપાયું. આ દેવસ્થાન નો એક ભાગ પણ તમે ખાલી નહી નિહાળી શકો. અહી તમે માતા દુર્ગા , સરસ્વતી માતા , પ્રભુ શિવ , વીરભદ્ર કાલાંતક , અર્ધનારેશ્વર વગેરે ના દર્શન કરી શકશો.

મંદિર નું નિર્માણ કરાવનાર ચોલ વંશ ના રાજવી રાજારાજ ચોલા ના નામ પર થી આ મંદિર ને ‘રાજરાજેશ્વર મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલા મંદિર આ જ નામે ઓળખાતું પરંતુ , જયારે મરાઠાઓ એ અહી પ્રવેશ કર્યો ત્યારે તેમણે આ મંદિર ને ‘બૃહદેશ્વર મંદિર’ નામ આપ્યું. દક્ષિણ ભારત ના સર્વશ્રેષ્ઠ મંદિરો માં નું એક મંદિર છે જે એકવાર આ ભવ્ય મંદિર ની મુલાકાત લે છે તે તેની સ્મૃતિઓ ને કયારેય પણ ભૂલી શકતું નથી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *