બોલીવુડની આ ટોપ હિરોઈનો બાપ-દિકરા બંને સાથે ઈશ્ક લડાવી ચુકી છે, નામ જાણીને તમે દંગ રહી જશો

બોલીવુડની આ ટોપ હિરોઈનો બાપ-દિકરા બંને સાથે ઈશ્ક લડાવી ચુકી છે, નામ જાણીને તમે દંગ રહી જશો

બોલીવુડ ઘણી વાતો હોલીવુડની બરાબરી કરવામાં લાગી રહેતું હોય છે. પરંતુ એક બાબતમાં હજુ પણ હોલિવૂડ થી ખૂબ જ પાછળ છે અને તે છે હીરો અને હિરોઈન ની કારકિર્દી ની ઉંમરનું અંતર. અહિયાં હીરોની કારકિર્દી ૫૦-૬૦ વર્ષની ઉંમર સુધી ચાલતી રહે છે, પરંતુ હિરોઈનની ઉમર ૩૦-૩૫ થતાની સાથે જ તેમની ફિલ્મી કારકિર્દી ખતમ થવા લાગે છે. જોકે હવે ૩૦ ઉપરની હિરોઈનો પણ પડદા પર પોતાનો જલવો બતાવતી નજર આવી રહી છે. પરંતુ પહેલાના જમાનામાં હિરોઈનો ૩૦ વર્ષની ઉંમર થતાં રીટાયર થઇ જતી હતી. વળી હીરો ૫૦ વર્ષની ઉંમરમાં પણ પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રીઓ સાથે ઇશ્ક લડાવતા હતા. તેમાં ઘણી વખત એવું થયું હતું કે બાપ-દીકરા બંને જ હીરોના રૂપમાં એક જ સમયે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા.

ખાસ કરીને ૮૦નાં દશકમાં ધર્મેન્દ્ર અને સાંઈ દેઓલે એક સાથે ઘણી ફિલ્મો કરી રહ્યા હતા અને સાથોસાથ એક જ હિરોઈન સાથે બંનેએ પોતાની પોતાની ફિલ્મમાં રોમાન્સ પણ કર્યો છે. ધર્મેન્દ્ર અને સાંઈ દેઓલ સિવાય પણ એવા ઘણા પિતા-પુત્રની જોડીઓ છે, જેમણે એક સાથે હિરોઈન સાથે ઇશ્ક લડાવી હોય.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષીત બોલિવુડ અને સર્વાધિક લોકપ્રિય હિરોઈન માંથી એક છે. આજે પણ હિન્દી સિનેમામાં તેના નામનો ડંકો વાગે છે. વળી નવી અભિનેત્રીઓ તેમના જેવી બનવાની ઈચ્છા પણ રાખે છે. માધુરી દીક્ષિતની કમર્શિયલ ફિલ્મોથી લઈને “મૃત્યુદંડ” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને શ્રેષ્ઠ ડાન્સ પર્ફોમન્સ થી લઈને ગ્લેમરસ સીન પણ આપેલા છે. પોતાની કારકિર્દીની શરૂઆતના સમયમાં જ ફિલ્મ “દયાવાન” માં વિનોદ ખન્ના ની સાથે રોમાન્સ કરીને ચર્ચામાં આવી હતી. વળી ફિલ્મ “મહોબત” માં વિનોદ ખન્નાનાં દિકરા અક્ષય ખન્ના સાથે ઇશ્ક લડાવેલ હતો.

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા એક નહીં પરંતુ બે બાપ-દીકરા ની જોડી સાથે ઈશ્ક લડાવેલો છે. તે ધર્મેન્દ્ર અને સની દેઓલ ની સાથે સાથે વિનોદ ખન્ના અને અક્ષય ખન્નાની પણ હિરોઇન બની ચુકેલ છે. વિનોદ ખન્નાની સાથે ડિમ્પલ કાપડિયાએ ખુન કા કર્જ, ઇન્સાફ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જ્યારે દિલ ચાહતા એમાં ડિમ્પલ કાપડિયાએ તેમના દીકરા અક્ષય ખન્નાની સાથે રોમેન્ટિક રોલ કર્યો હતો. વળી ધર્મેન્દ્રની સાથે ડિમ્પલ કાપડિયાએ બટવારા, સહજાદે ફિલ્મમાં કામ કર્યું હતું. તો તેમના દીકરા સની દેઓલ સાથે નરસિંહા, મંઝીલ મંઝીલ, અર્જુન, ગુનાહ, આગ કા ગોલા જેવી ફિલ્મોમાં ઇશ્ક લડાવેલ હતો. વળી ફિલ્મી પડદા સિવાય રિયલ લાઈફમાં પણ સની દેઓલ અને ડિમ્પલ કાપડીયાના અને ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી હતી.

હેમા માલિની

બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની પણ પિતા-પુત્ર અભિનેતાઓની સાથે રોમાન્સ કરી ચૂકેલી છે. હકીકતમાં હેમા માલિનીએ પોતાની પહેલી હિંદી ફિલ્મ સપનો કા સોદાગર માં રાજ કપુર સાથે કામ કર્યું હતું. તે સમયમાં હીરો તરીકે રાજ કપુરની કારકિર્દીનો અંતિમ સમય ચાલી રહ્યો હતો. વળી બાદમાં હેમા માલિનીએ રાજ કપુરનાં દિકરા રણધીર કપુર અને ઋષિ કપુર બંનેની સાથે પણ કામ કર્યું હતું. ફિલ્મ હાથ કી સફાઈ માં રણબીર કપુરની હિરોઈન બની હતી, તો એક ચાદર મેલી સી માં ઋષિ કપુરની સાથે નજર આવી હતી.

શ્રીદેવી

હિરોઈન તરીકે શ્રીદેવી પણ ધર્મેન્દ્ર અને સની દેઓલ ની સાથે કામ કરી ચૂકેલ છે. શ્રીદેવી ધર્મેન્દ્રની હિરોઈનના રૂપમાં નાકાબંધીમાં નજર આવી હતી. તો વળી સની દેઓલની સાથે તેમણે ચાલબાજ, નિગાહે, રામ અવતાર સહિત અમુક ફિલ્મોમાં રોમાન્સ કર્યો હતો.

જયાપ્રદા

જયાપ્રદા પણ ધર્મેન્દ્ર અને સની દેઓલની હિરોઈનનાં રૂપમાં કામ કરી ચુકી છે. ધર્મેન્દ્રની સાથે જયાપ્રદાએ ફરીસ્તે, સહજાદે, ન્યાયદાતા, ગંગા તેરે દેશ મે, કુંદન, એલાન-એ-જંગ, મર્દો વાલી બાત, કયામત જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તો વળી સની દેઓલ ની સાથે વીરતા અને જબરજસ્ત માં હિરોઈન તરીકે નજર આવી હતી.

અમૃતા સિંહ

સની દેઓલ અને અમૃતા સિંહ ની ફિલ્મી પડદાની જોડી વિશે તો તમે બધા જાણો છો. ફિલ્મ બેતાબ થી હિરોઈન અમૃતા સિંહ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સની દેઓલ સાથે તેમની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ ત્યારે કોઇએ વિચાર્યું નહીં હોય કે આગળ ચાલીને આ સની દેઓલનાં પિતા ધર્મેન્દ્રની હિરોઈન પણ બનશે. હકીકતમાં બાદમાં ફિલ્મ સચ્ચાઈ કી તાકત માં અમૃતાને ધર્મેન્દ્ર ની હિરોઈન બનવાનો અવસર મળ્યો હતો અને આવી રીતે અમૃતા સિંહની પણ બાપ-દીકરા બંને સાથે ઇશ્ક લડાવી ચુકી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *