એક પછી એક સમસ્યાઓથી કંટાળેલા ભક્તએ માં મોગલને યાદ કર્યા અને પછી થયો એવો ચમત્કાર કે….
આપણા રાજ્યમાં ઘણા સુપ્રસિદ્ધ મંદિરો છે. તેમાંથી એક કચ્છના કબરાઈમાં આવેલ મોગલ ધામ છે. કળિયુગના આ સમયમાં પણ અનેક ભક્તોને મોગલ ધામમાં માતા હાજરાના હાજરીના કાગળો મળ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
તેમાંથી મોટા ભાગના લોકો એવા છે જેમની ઈચ્છાઓ મોગલ માતાને યાદ કરવાથી જ પૂરી થાય છે. જ્યારે માતા મોગલ મનની ચિંતાઓ દૂર કરે છે ત્યારે આવા ભક્તો તરત જ માતાના ચરણોમાં નમન કરવા દોડી જાય છે.
માતા મોગલ ને યાદ કરીને જે પણ ઈચ્છા ભક્તોએ વ્યક્ત કરી હોય છે તે પૂરી થઈ જાય છે તેનું કારણ હોય છે કે માતા મોગલના ભક્તોને તેમના પર અતૂટ વિશ્વાસ છે. ભક્તો માને છે કે માતા મોગલ તેમનો સાથ આપે છે અને તેમની સાથે જ હોય છે. આજ વિશ્વાસ ના કારણે જ્યારે પણ સંકટના સમયે ભક્તો માતાને યાદ કરે છે ત્યારે તેમની ઈચ્છા પડવારમાં જ પૂરી થઈ જાય છે
કચ્છમાં બિરાજતા મોગલ એ વિદેશમાં રહેતા ભક્તોને પણ પરચા આપ્યા છે. ઘણા ભક્તો એવા હોય છે જે વિદેશથી માતાના દર્શન કરવા દોડી આવે છે. સાચા મનથી શ્રદ્ધાળુ જે પણ મનોકામના વ્યક્ત કરે છે તેને માતા અચૂક પૂરી કરે છે. મોગલ ધામ દર્શન કરવા આવેલા ભક્તોનું પણ કહેવું છે કે અહીં આવતો કોઈ પણ ભક્ત દુઃખી મનથી પરત ફરતો નથી.
માતાના દર્શન કરવા માત્રથી જ તેમની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો જ ચમત્કારિક પરચો રાજકોટના અમિતભાઈ પંડ્યાને મળ્યો. અમિતભાઈ ના ઘરમાં છેલ્લા ઘણા વર્ષોથી પારિવારિક સમસ્યાઓ ચાલતી હતી. આ સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ લેતી ન હતી અને દિવસને દિવસે તકલીફો વધી રહી હતી.
એક સમય એવો આવ્યો જ્યારે અમિતભાઈ પોતાના જીવનથી પણ કંટાળી ગયા. આવા સમયે તેમને માતા મોગલ ને યાદ કર્યા અને માનતા રાખી કે જો તેમની સમસ્યાઓ દૂર થઈ જશે તો તેઓ મોગલ ધામ દર્શન કરવા આવશે. જે સમસ્યાનું નિરાકરણ વર્ષોથી આવતું ન હતું તે સમસ્યા થોડા જ સમયમાં દૂર થઈ ગઈ.
માતા મોગલ એ ચમત્કાર કર્યો અને અમિતભાઈ નું કામ પૂરું થઈ ગયું. તેઓ સમજી ગયા કે આ બધું જ માતા મોગલ ના કારણે છે તેથી જ તેઓ તુરંત જ કબરાઉ ધામ ખાતે દર્શન કરવા પહોંચી ગયા. વર્ષોથી જે સમસ્યાના કારણે તેઓ કંટાળી ગયા હતા તે દૂર થઈ જતા તેમણે મણીધર બાપુ સમક્ષ 5100 અર્પણ કર્યા.
તેમણે મણીધર બાપુને પોતાની સમગ્ર આપવી તે જણાવી અને કહ્યું કે માતા મોગલ એ તેમના જીવનમાં કેવી રીતે ચમત્કાર કર્યો. બધું જ સાંભળીને મણીધર બાપુએ તેમણે જણાવેલા રૂપિયા પરત કર્યા અને કહ્યું કે આ પૈસા તેની બહેનને આપી દેવામાં આવે તેનાથી માતા વધારે ખુશ થશે. જે રીતે તેને માતા મોગલ પર વિશ્વાસ રાખ્યો તેમ આગળ પણ રાખે.