google-site-verification: googlec8654436f05b508b.html

ભગુડામાં બેઠેલી મોગલ માતાને સ્પર્શ કરી દર્શન કરો આવતા 12 કલાકમાં જ તમારી બધી મનોકામના પૂર્ણ થશે

ભગુડામાં બેઠેલી મોગલ માતાને સ્પર્શ કરી દર્શન કરો આવતા 12 કલાકમાં જ તમારી બધી મનોકામના પૂર્ણ થશે

મા મોગલ સંત અને શુરાની ભૂમિ ગોહિલવાડમાં આવેલા ભગુડા ગામે બિરાજમાન છે. આજથી લગભગ 450 વર્ષ પહેલા નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પોતે પધાર્યા હતા.લોકોની અતૂટ શ્રદ્ધાના કારણે આ ઐતિહાસિક ધામ ભારત જ નહીં પણ આખા જગતમાં જાણીતું થયું છે.અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવા સહિતની સુવિધા મંદિરના ટ્રસ્ટ દ્વારા જ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

આ મંદિરનો એક અનોખો ઈતિહાસ છે આશરે 450 વર્ષ પહેલા ભગુડા ગામે દુકાર પડ્યો હતો ત્યારે ગામના આહીર સમાજના પરિવારો ગીર ચાલ્યા ગયા હતા ત્યાં આહીર અને ચારણ જ્ઞાતિનીંબે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેન કરતા પણ વધારે મજબૂત સંબંધ બંધાયો હતો.ચારણ જ્ઞાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હોય તેમણે આહીર જ્ઞાતિના વૃદ્ધાને રખોપાને નાતે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા.તો આ આઈ મોગલને લઈને વૃધ્ધા ભગુડા આવ્યા હતા.અહીં ભગુડા આવીને તેમને કાચા નળિયાવાળા મકાનમાં માતાજીની સ્થાપના કરી અને પૂજા આરાધના કરવાનું ચાલુ કર્યું.

આઈ મોગલ હવે જે કોઈ સાચા મનથી પૂજા ઉપાસના કરતું તેની મનોકામના પૂર્ણ કરતા. તેથી જ માતાના ભક્તોની સંખ્યાનો કોઈ પાર નથી.પહેલા અહીં માતાજીનું સ્થાનક જૂનું હતું પરંતુ હાલમાં જ્યા મંદિર છે તે લગભગ 25 વર્ષ પહેલા બનાવેલું છે.

આ નવા બનેલા મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવાની પ્રસાદની તેમજ વાહન પાર્કિંગ કરવાની તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી છે.ભગુડા માતાજીના મંદિરમાં મૂર્તિના બદલે કળું પૂજાય છે. માતાજીનું મંદિર 24 કલાક ખુલ્લું રહે છે દર્શનાર્થીઓ માટે.માતાજીએ ઘણા પરચા આપેલા છે જે કોઈ ભક્ત માનતા રાખે તો તેને અચૂક લાભ થયેલો છે તેવા અનેક પરચા ઉપલબ્ધ છે.

મંગળવાર માતાજીના દર્શન માટે અતિ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત રવિવારના દિવસે લોકોની ભીડ વધુ રહે છે.દર વર્ષે અહીં વૈશાખ સુદ બારસના દિવસે માતાજીનો પાટોત્સવ થાય છે.જેમાં ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ભાગ લેવા લોકો અહીં આવે છે.

એક વાયકા મુજબ આઈ મોગલ ચોર પર કોપાયમાન થાય છે તેથી જ તો ભગુડા ગામમાં કોઈ દિવસ ચોરીની ઘટના બની જ નથી. ગામલોકોને એટલો વિશ્વાસ છે કે ગામનું તેમજ જગતનું રક્ષણ કરવાવાળી મા મોગલ સાક્ષાત હાજર હોવાથી ઘર કે દુકાનને તાળું મારતા જ નથી.કોઈ વ્યવસ્થાના ભાગરૂપે કોઈક જગ્યાએ તાળું મારતા હોય તે અપવાદ કહી શકાય બાકી તમને જોવા મળે નહીં.ભગુડા ગામમાં આહીર સમાજના 250 જેટલા ખોરડા એટલે કે મકાન આવેલા છે.જેમાંથી કામળિયા,સોરઠીયા આહીર જ્ઞાતિના 60 કુટુંબનો દર ત્રણ વર્ષે માતાજીને તરવેડો ચડે છે.

ભગુડા ગામ એ નળરાજાની તપોભૂમિ છે. મોગલ માતાનો જન્મ દ્વારકા અમે બેટ દ્વારકા વચ્ચે આવેલું ભીંગરાળા ગામ છે.ગુજરાતમાં માતાજીના ચાર ધામ છે દ્વારકા, ગોળીયારી બગસરા, રાણેસર બાવળા, ભગુડા મહુવા જિલ્લો ભાવનગર.

ભગુડા કયા આવેલું છે અને ક્યાંથી જવાય ?

ભગુડા ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકામાં આવેલું ગામ છે. મહુવાથી 25 કિલોમીટર તેમજ ભાવનગરથી 80 કિલોમીટર થાય છે. બગદાણાથી માત્ર 11 કિલોમીટર દૂર આવેલું છે.ગોપનાથથી 30 કિલોમીટર અંતરે આવેલું છે ભગુડા ગામ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *