‘ભાભી 2’ Tripti Dimri નું રિલેશનશિપ કન્ફર્મ, બોયફ્રેન્ડ સાથે ઈંગ્લેન્ડમાં વેકેશન..
Tripti Dimri : તૃપ્તિ ડિમરીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઇંગ્લેન્ડ વેકેશનની ખૂબ જ આકર્ષક તસવીરો શેર કરી છે. જોકે, એક્ટ્રેસે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે કોઈ તસવીર પોસ્ટ કરી નથી.
પોસ્ટ કરેલા એક વીડિયોમાં તે ઠંડીમાં જોવા મળે છે, જેમાં તેજ પવનના કારણે તેના વાળ ઉડી રહ્યા છે. ‘બુલબુલ’ અને ‘કલા’માં શાનદાર અભિનય કરી ચૂકી તૃપ્તિ ડિમરી એ ગયા વર્ષે રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’થી ખુબ લોકપ્રિયતા મેળવી હતી.
આ પછી, તેણે ‘બેડ ન્યૂઝ’, ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ અને કાર્તિક આર્યન સ્ટારર ‘ભૂલ ભૂલૈયા 3’માં તેની જોરદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે.
તૃપ્તિ ડિમરી એ ક્રિસમસ સેલિબ્રેશન દરમ્યાન ઇંગ્લેન્ડમાંથી અનેક તસવીરો શેર કરી છે. તેણે સુંદર બૂમરેંગ વીડિયોથી શરૂઆત કરી હતી અને શાનદાર ક્રિસમસ ટ્રીની તસવીરો પોસ્ટ કરી, જે તેના વેકેશનના આનંદને દર્શાવે છે. તે ઉપરાંત, બિઝી સ્ટ્રીટના ઉત્સવભર્યા માહોલમાં ડૂબેલી તસવીરો પણ શેર કરી છે.
એક્ટ્રેસે મસ્તી કરતા દેખાતા વિડિયોઝ પણ પોસ્ટ કર્યા છે. બીજી બાજુ, સેમ મર્ચન્ટે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર આવા જ પળો શેર કર્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ સાથે આઉટિંગનો આનંદ માણી રહ્યા હતા. સેમે સુંદર સ્ટ્રીટના ફોટા અને તેના મિત્રો ક્રિસમસની ધૂન પર ડાન્સ કરતા વીડિયોઝ પણ પોસ્ટ કર્યા છે.
વધુ વાંચો: