શોર્ટ ડ્રેસ પહેરીને ટ્રોલ થઈ દિશા પટણી, વીડિયો થયો વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસ અને બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં રહે છે. દરરોજ તે સોશિયલ મીડિયા પર તેના વીડિયો શેર કરતી રહે છે.
પરંતુ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ એક વિલન રિટર્ન્સને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
હવે આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે.
વાસ્તવમાં, અભિનેત્રી તેની આગામી ફિલ્મ એક વિલન રિટર્ન્સના પ્રમોશન માટે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી હતી.
જેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તે બે બ્રેઇડેડ યલો કોર્સેટ અને બ્લુ કલરની જીન્સ પહેરેલી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં તેનો લુક એટલો બદલાઈ ગયો છે કે તેને ઓળખવો મુશ્કેલ છે.
” alt=”” />
સોશિયલ મીડિયા પર આ વીડિયો આવ્યા બાદથી તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.