Mukesh Ambani ના ત્રીજા ભાઈની સચ્ચાઈ આવી સામે, જીવે છે સાવ સાદું જીવન
Mukesh Ambani : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હાલ ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના ધીરુભાઈ અંબાણીએ કરી હતી. તેમના બે પુત્રો Mukesh Ambani અને અનિલ તથા બે દીકરીઓ નીના અને દીપ્તિ છે. મુકેશ અંબાણી ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર છે.
પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે મુકેશ અંબાણીના એકદમ નજીકના મિત્ર છે, જેઓ ધીરુભાઈ અંબાણીના ત્રીજા પુત્ર તરીકે પણ ઓળખાય છે.
એક સમયે આ વ્યક્તિની ગણતરી ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાં થતી હતી. હાલ તેમની કંપનીનું કુલ રાજસ્વ 600.7 કરોડ રૂપિયા છે.
આ વ્યક્તિનું નામ છે આનંદ જૈન, જેઓ ધીરુભાઈ અંબાણીના ત્રીજા પુત્ર તરીકે પણ ઓળખાય છે. વર્ષ 2007માં 4 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે આનંદ ભારતના 11માં સૌથી અમીર વ્યક્તિ હતા. પરંતુ 2012માં ફોર્બ્સે તેમની કુલ સંપત્તિ 525 મિલિયન ડોલર હોવાનું અનુમાન કર્યું હતું.
67 વર્ષના આનંદ જૈન હાલ જય કોર્પ લિમિટેડના અધ્યક્ષ છે. આનંદ પાસે રિયલ એસ્ટેટ, નાણા અને પૂંજી બજારમાં ત્રણ દાયકાથી વધુનો વિવિધ વ્યવસાયનો અનુભવ છે.
બિઝનેસ સર્કલમાં ‘એજે’ના હુલામણા નામથી ઓળખાતા આનંદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી સાથે એક અતૂટ નાતો ધરાવે છે. આ મિત્રતા મુંબઈની હિલ ગ્રેન્જ હાઈ સ્કૂલમાં તેમના શાળાના દિવસોથી છે.
મુકેશ અંબાણીના રણનીતિક સલાહકાર તરીકે, ખાસ કરીને રિયલ એસ્ટેટ અને પૂંજી બજાર લેવડદેવડમાં આનંદ જૈનનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેમણે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને જવાહરલાલ નહેરુ પોર્ટના ન્યાસી બોર્ડમાં પણ કામ કર્યું છે
અને હાલમાં રેવાસ પોર્ટ લિમિટેડના ડાયરેક્ટર છે. એવું કહેવાય છે કે તેઓ રિલાયન્સ પાસેથી પગાર લેતા નથી. આનંદ જૈને મુંબઈ યુનિવર્સિટી અને લંડન બિઝનેસ સ્કૂલથી અભ્યાસ કર્યો છે.
આનંદ જૈન હર્ષ જૈનના પિતા છે. હર્ષ ડ્રીમ 11ના સંસ્થાપક છે. આ એક ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ છે, જેના મૂલ્ય 8 અબજ ડોલરથી વધુ છે.
ડ્રીમ 11 ભારતની અગ્રણી યુનિકોર્ન છે. હર્ષની પત્ની રચના ડેન્ટિસ્ટ છે. બંનેના લગ્ન 2013માં થયા હતા અને તેમણે એન્ટીલિયા પાસે જ એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, જેની કિંમત 72 કરોડ રૂપિયા છે.
એન્ટીલિયા નજીકનો વિસ્તાર ભારતના સૌથી મોંઘા વિસ્તારોમાંથી એક ગણાય છે. મુકેશ અંબાણીનો પરિવાર ત્યાં રહે છે અને એન્ટીલિયાની કિંમત લગભગ 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
વધુ વાંચો:
Mukesh Ambani આ નોકરાણીને આપે છે સૌથી વધુ પગાર, જે છે નીતાની પોતાની જ બહેન!
Mukesh Ambani ની 0 થી 75000 કરોડ સુધીની કમાણી, પકોડાની દુકાનથી રિલાયન્સ..