50 વર્ષની ઉંમરે Twinkle Khanna ત્રીજી વાર માં બનશે, ઘરમાં ગુંજશે કિલકારી
Twinkle Khanna : ટ્વીંકલ ખન્ના ભલે ફિલ્મોમાં સક્રિય ન હોય પરંતુ તે કોઈના કોઈ કારણસર લાઈમલાઈટમાં રહેતી હોય છે. ટ્વીંકલ ખન્ના તેની પ્રોફેશનલ લાઈફ સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ટ્વિંકલ ખન્ના ઘણીવાર વિવિધ મુદ્દાઓ પર ખુલીને વાત કરે છે. ટ્વિંકલ ખન્નાની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
ટ્વિંકલ ખન્નાએ એવી પોસ્ટ શેર કરી છે કે લોકો અનુમાન કરી રહ્યા છે કે તે 50 વર્ષની ઉંમરે ગર્ભવતી છે. ચાલો જાણીએ કે ટ્વિંકલ ખન્નાએ પોસ્ટમાં શું લખ્યું છે.
Twinkle Khanna મા બનાવા જઈ રહી
View this post on Instagram
ટ્વિંકલ ખન્નાની પોસ્ટ
ટ્વિંકલ ખન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે હાથમાં મગ લઈને કંઈક વિચારતી જોવા મળી રહી છે. આ વીડિયો સાથે તે લખે છે કે, ‘જ્યારે તમે 50 વર્ષના છો અને તમારો પીરિયડ મિસ થાય છે, ત્યારે તમને આશ્ચર્ય થાય છે કે તે મેનોપોઝ છે કે પ્રેગ્નન્સી.’
ટ્વિંકલ ખન્નાએ આ વીડિયોની સાથે કેપ્શન લખ્યું છે, ‘હું 50 વર્ષની થઈ ગઈ છું પણ હું ગભરાઈ રહી છું. શું હું પેરીમેનોપોઝ ક્લબમાં જોડાઈ ગઈ છું? જો તમારી સાથે આવું બન્યું હોય તો તમે પણ તમારા મેનોપોઝના અનુભવો મારી સાથે શેર કરી શકો છો.’
પરંતુ આ બધાની વચ્ચે વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. તેમાં મુખ્ય બે સવાલો ઉભા થયા છે: શું 50 વર્ષની ઉંમરે ટ્વિંકલ ખન્ના મા બનવા જઈ રહી છે? અને 56 વર્ષની ઉંમરે અક્ષય કુમાર પિતા બનશે?
આ પોસ્ટમાં ટ્વિંકલ ખન્ના હાથમાં એક મોટો કપ લઈને ઉભી છે. તેણે વધુમાં લખ્યું છે કે તેને માસિક નથી આવી રહ્યું. “જ્યારે તમે 50 વર્ષના છો અને તમારો પીરિયડ મિસ થાય છે, ત્યારે તમને આશ્ચર્ય થાય છે કે તે મેનોપોઝ છે કે પ્રેગ્નન્સી.”
45 થી 50 વર્ષની ઉંમરે માસિક બંધ થવું
ટ્વિંકલ ખન્નાએ આ સમસ્યાના સમાધાન માટે અને જો કોઈ મહિલાને આ પ્રકારનો અનુભવ થયો હોય, અને ત્યારબાદ શું થયું હોય તે જાણવા માંગ્યું છે.
સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમરે મહિલાઓમાં માસિક બંધ થઈ જાય છે. હવે ટ્વિંકલ ખન્નાને પણ લાગે છે કે, તેના માસિક બંધ થઈ ગયા છે. તેથી, અભિનેત્રી અત્યારે આ પ્રશ્નનો સામનો કરી રહી છે કે શું તે ગર્ભવતી હોઈ શકે છે.
વધુ વાંચો: