ઉર્ફી જાવેદે પોતાના નામે કર્યું મોટું ટાઈટલ, પ્રખ્યાત અભિનેતા અને અભિનેત્રીને પાછળ છોડી દીધી
ઉર્ફીને ઓળખ અપાવવામાં તેની અદભૂત ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ સામેલ છે. જો કે અભિનેત્રીને તેના ડ્રેસિંગ સેન્સ માટે વારંવાર ટ્રોલ કરવામાં આવે છે, ઉર્ફી આ બાબતોને ધ્યાનમાં લીધા વિના જે કરવું હોય તે કરે છે.
ઈન્ટરનેટ સેન્સેશન બની ગયેલી ઉર્ફી જાવેદે હવે પોતાના નામે આવું ટાઈટલ કર્યું છે, જેને જાણીને ઘણા સ્ટાર્સ ચોંકી જશે. ખાસ વાત એ છે કે ઉર્ફીએ આ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવતાની સાથે જ બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓને પાછળ છોડી દીધી છે.
ઉર્ફી જાવેદે વિશ્વભરમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા 100 એશિયનોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ખાસ વાત એ છે કે ઉર્ફીનું નામ આ લિસ્ટમાં 57માં નંબર પર છે. ઉર્ફી જાવેદે 57મા નંબર પર સ્થાન મેળવતા જ અનેક સેલિબ્રિટીઓને પાછળ છોડી દીધા છે. જેમાં શિલ્પા શેટ્ટી, કિયારા અડવાણી, જ્હાનવી કપૂર, પ્રભાસ, કંગના રનૌત, મૌની રોય અને દિશા પટણીના નામ સામેલ છે.
આ લિસ્ટમાં તે બધાને ઉર્ફીથી નીચેનો રેન્ક મળ્યો છે.આટલું જ નહીં, ઉર્ફીએ આ લિસ્ટમાં બહુ ઓછા સમયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે એટલું જ નહીં તેણે બોલિવૂડ અને ટેલિવિઝનની ઘણી જાણીતી હસ્તીઓને પણ માત આપી છે.