10 વર્ષ નાના પતિથી Urmila Matondkar ના થયા છૂટછેડા? 8 વર્ષમાં જ તૂટ્યા લગ્ન
Urmila Matondkar : બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર લાંબા સમયથી ફિલ્મી જગતથી દૂર છે, પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
હવે Urmila Matondkar વિશે સમાચાર છે કે તેમણે પોતાના પતિ સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે. ઉર્મિલા પોતાના પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. અભિનેત્રીએ મુંબઈની કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે.
લગ્નના 8 વર્ષ બાદ કોર્ટમાં છૂટાછેડાની અરજી
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઉર્મિલાએ લગ્નના 8 વર્ષ બાદ મુંબઈની કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. સૂત્રોનું કહેવું છે કે આ છૂટાછેડા પરસ્પર સહમતિથી નથી થઈ રહ્યા.
અભિનેત્રીએ હજુ સુધી આ અંગે કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે ઉર્મિલાએ લાંબા વિચાર પછી આ નિર્ણય લીધો છે. “અણબનાવનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ છૂટાછેડા પરસ્પર સંમતિથી નથી થઈ રહ્યા.”
લગ્નને લઈને ચર્ચા
ઉર્મિલા અને મોહસીન અખ્તર મીરે 4 ફેબ્રુઆરી, 2016ના રોજ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ લગ્ન અનેક કારણોસર ચર્ચામાં રહ્યા હતા, જેમાંથી મુખ્ય કારણ એ હતું કે તેઓ અલગ-અલગ ધર્મના હતા અને ઉંમરમાં 10 વર્ષનો તફાવત હતો. ઉર્મિલા મોહસીન કરતાં 10 વર્ષ મોટી છે.
છૂટાછેડાંનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી
ઉર્મિલા અને મોહસિન અખ્તર મીરના છૂટાછેડાં અંગે એવી જાણકારી મળી રહી છે કે આ છૂટાછેડાં પરસ્પર સહમતિથી નથી થઈ રહ્યા. જો કે, અભિનેત્રી ઉર્મિલાએ આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ઉર્મિલાએ લાંબા વિચાર-વિમર્શ પછી મોહસિન સાથેના લગ્નને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે અને કોર્ટમાં છૂટાછેડાં માટે અરજી દાખલ કરી છે. છૂટાછેડાનું સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કોણ છે મોહસિન અખ્તર મીર?
મોહસિન અખ્તર મીર કાશ્મીરના એક બિઝનેસમેન અને મોડલ છે. 21 વર્ષની ઉંમરે તે કાશ્મીરથી મુંબઈ આવ્યો હતો. તેના જીવનનું મોટું સપનું બોલિવૂડમાં અભિનય કરવાનો હતો.
તેણે 2009માં આવેલી ફિલ્મ ‘ઈટ્સ અ મેન્સ વર્લ્ડ’થી અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ‘લક બાય ચાન્સ’, ‘મુંબઈ મસ્ત કલંદર’ અને ‘બીએ પાસ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.
જો કે, થોડા સમય પછી તેણે એક્ટિંગ છોડીને બિઝનેસના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. રિપોર્ટ્સ મુજબ, મોહસિન આ સમય દરમિયાન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના લેબલ સાથે પણ સંકળાયેલા છે.