વડ સાવિત્રીના દિવસે ટીવી જોવાના ઝઘડામાં પત્નીએ પતિનું આયુષ્ય ટૂંકાવી દીધું
આ કેવો ઘોર કળિયુગ છે. વડ સાવિત્રીના દિવસે પત્ની પોતાના પતિના સારા આયુષ્ય અને લાંબા જીવન માટે વ્રત કરતી જોવા મલર છે. પરંતુ આજે અમે તમને એક એવી વાત કહેવા જઈરહિયા સીએ જે સાંભળતા પગ નીચેની જમીન સરકી જશે. ટીવી જોતાં જોતાં અચાનક ચેનલ જતી રહેતા પતિ 10 વર્ષના પુત્રને ફટકારવા લાગ્યો. દીકરાની માતા દીકરાને હોળાવા માટે પિતા અને પુરાણી વચ્ચે પડી અને ત્યારે જ માતા ના હાથ માં છરી આવી જતાં પતિની છાતીમાં છરી મારી દીધી અને ત્યાં જ લોહીલુહાણ થઇ ને પતિ જમીન પાર પડીગયો. પોલીસ ને ઘટના ની જાણ થતા આરોપી પત્નીની ધરપકડ કરી અને કાર્યવાહી સારું કરી છે.
ચાંદલોડિયાની જય અદિતિ સોસાયટીમાં વિજયસિંહ યાદવ તેમનાં પત્ની દીપમાલા અને એક પુત્ર તથા 2 દીકરી એમ 3 બાળકો સાથે રહેતા હતા. વિજયસિંહ યાદવ AMTS બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. 15 દિવસથી તેમની નોકરી છૂટી ગઈ હતી. સોમવારે વિજયસિંહ યાદવ ટીવી જોતા હતા ત્યારે અચાનક ચેનલ બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન તેઓ પત્ની અને બાળકો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે જ ચેનલ બંધ કરી છે. આટલું કહીને તેમના 10 વર્ષના દીકરાને માર મારવા લાગ્યા હતા.
પિતા જ્યારે દીકરાને માર મારતા હતા ત્યારે તેને છોડાવવા પત્ની વચ્ચે પડી હતી. પત્નીના હાથમાં નજીકમાં પડેલી છરી આવી જતાં તેણે પતિની છાતી પર મારી દીધી હતી. છરી વાગતાં જ વિજયસિંહ જમીન પર ઢળી પડયા હતા. આ ઘટનાના કારણે મૃતકના ભાઇ પણ સ્થળ પર આવી ગયા હતા. વિજયસિંહને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમને ડોકટરે મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે પત્નીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.