Varun Dhawan ની લાડલી લારાનો ચહેરો આવ્યો સામે, લાગી ઘણી ક્યુટ!
Varun Dhawan : બોલિવૂડ સ્ટાર્સ નવા વર્ષનું ધમાકેદાર સ્વાગત કરવા માટે તેમના પસંદગીના સ્થળે દેશ-વિદેશમાં જઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમને પુત્રી રાહા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા, તો આજે વહેલી સવારે Varun Dhawan અને તેની પત્ની નતાશા દલાલ તેમની દીકરી લારા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.
સમાચાર છે કે તેઓ નવા વર્ષ માટે દેશ બહાર કોઈ અજાણ્યા સ્થળે રજાઓ મનાવવાનો પ્લાન કરી રહ્યા છે. આ દરમિયાન પહેલીવાર લારાના ચહેરાની ઝલક જોવા મળી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
જાણકારી મુજબ, વરુણ ધવન અને નતાશાએ 3 જૂન, 2024ના રોજ તેમની પુત્રી લારાનું સ્વાગત કર્યું હતું. લારા હાલમાં 7 મહિના જુની છે અને આ પહેલીવાર છે જ્યારે તેનો ચહેરો જાહેરમાં જોવા મળ્યો છે.
View this post on Instagram
પાપારાઝીના કેમેરામાં લારાનો ચહેરો કેદ થયો હતો, અને ત્યારબાદ કપલે પેપ્સને તેમની પુત્રીની પ્રાઈવસીનું માન રાખી વિડિયો ડિલીટ કરવાની વિનંતી કરી હતી.
આમ, દંપતીએ મુસાફરી માટે આરામદાયક અને શૈલીશીલ કપડાં પહેર્યા હતા. નતાશાએ લારાને ખોળામાં રાખી હતી અને વરુણ તેમને સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
તાજેતરમાં જ, ક્રિસમસ 2024ના અવસર પર, વરુણ અને નતાશાએ લારા સાથે તેમનો પ્રથમ ફેમિલી ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં, લારાનું ચહેરું દર્શાવાયું ન હતું, પરંતુ તે લાલ ડ્રેસ, મોજાં અને સુંદર સાન્ટા હેડબેન્ડમાં અત્યંત ક્યૂટ લાગી રહી હતી.
લારાની ઝલક જોઇને ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે. કેટલાક ચાહકો લારાની ક્યુટનેસના વખાણ કરી રહ્યા છે, તો કેટલાકને લાગે છે કે તે તેના દાદા અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ડેવિડ ધવનની કાર્બન કોપી છે.